Dakshin Gujarat

મહાદેવના દર્શન કરી પરત ફરી રહેલા 30થી વધુ લોકોને ડાંગના ઘાટ વળાંકમાં નડ્યો ગંભીર અકસ્માત

સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા ચીંચલી ગામ (Village) નજીકનાં ઘાટ વળાંકમાં પીકઅપ ગાડી પલ્ટી મારી જતા 30 થી વધુ દર્શનાર્થીઓ ઇજાગ્રસ્ત બનતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ભગવાન મહાદેવનાં દર્શન કરી પીકઅપ વાન ગાડીમાં સવાર થઈ પરત પીંમ્પલનેર જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના સર્જાઈ હતી.

  • ડાંગનાં ચીંચલીમાં પીકઅપ ગાડી પલ્ટી જતા 30થી વધુ દર્શનાર્થીઓ ઘવાયા
  • ભગવાન મહાદેવનાં દર્શન કરી પીકઅપ વાન ગાડીમાં સવાર થઈ પરત પીંમ્પલનેર જઈ રહ્યા હતા

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ બિલમાળ અર્ધનારેશ્વર મહાદેવ મંદિર ખાતે મહારાષ્ટ્રનાં પીંમ્પલનેરથી દર્શનાર્થીઓ આવ્યા હતા. આ દર્શનાર્થીઓ બિલમાળનાં અર્ધનારેશ્વર મહાદેવનાં મંદિરેથી ભગવાન મહાદેવનાં દર્શન કરી પીકઅપ વાન ગાડીમાં સવાર થઈ પરત પીંમ્પલનેર જઈ રહ્યા હતા. તે વેળાએ આહવાથી ચીંચલી થઈ મહારાષ્ટ્રને જોડતા રાજ્ય ધોરીમાર્ગનાં ચીંચલી ઘાટમાર્ગમાં પીકઅપવાન ચાલકે સ્ટિયયરીંગ પરનો કાબુ ગુમાવતા આ પિકઅપ વાન ગાડી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતનાં બનાવમાં પીકઅપ વાન ગાડીમાં સવાર આશરે 30 થી વધુ દર્શનાર્થીઓને શરીરનાં ભાગે નાની મોટી ઈજાઓ પહોચતા તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળેલી છે.

વાંસદા પંથકમાં એક સાથે ત્રણ દીપડા દેખાતા લોકોમાં ભય
વાંસદા : વાંસદા પંથકમાં ચારેબાજુએથી ઘેરાયેલી સોસાયટીની વચ્ચોવચ આવેલી આંબાની વાડીમાં એકી સાથે ત્રણ દીપડા દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લીલાપાર્ક સોસાયટીના રહીશો પોતાના ટેરેસ પર ઊભા હતા. તે દરમ્યાન આંબાની વાડીમાં એક ઝાડ ઉપર બે દીપડા મસ્તી કરતા દેખાઈ આવ્યા હતા. ત્યાર બાદ થોડી જ વારમાં વધુ એક દીપડો દેખાયો હતો. વાંસદા પંથકમાં એકી સાથે ત્રણ દીપડા દેખાયા હોવાનો બનાવ પહેલીવાર બનવા પામ્યો હતો. આ બાબતે સ્થાનિકો દ્વારા વાંસદા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

Most Popular

To Top