SURAT

ખજુરભાઈએ બારડોલીની યુવતી સાથે સગાઈ કરી

સુરત: કોમેડી વીડિયો બનાવી આખાય દેશમાં ફેમસ થયેલા યૂટ્યૂબર અને સમાજ સેવક ખજૂરભાઈ એટલે કે નીતિન જાની સગાઈના બંધનમાં (Khajurbhai’s engagement) બંધાઈ ગયા છે. ખજૂરભાઈએ તેમની લાઈફ પાર્ટનરની પસંદગી કરી લીધી છે. ખજૂરભાઈએ સુરત નજીકના બારડોલી ગામની યુવતી સાથે સગાઈ કરી છે. સગાઈના ફોટા સાથે ખજુરભાઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી છે. ત્યાર બાદથી જ દેશવિદેશમાંથી ખજૂરભાઈ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. વડીલો આર્શીવાદ આપી રહ્યાં છે.

ખજુરભાઈએ સોશિયલ મીડિયા પર સગાઈના ફોટા પોસ્ટ કર્યા

યૂટ્યૂબર ખજૂરભાઈને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનાર લગભગ દરેક ગુજરાતી ઓળખતો હોય છે. કોરોના પહેલા કોમેડી વીડિયો બનાવવા માટે જાણીતા ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીએ કોરોના અને લોકડાઉનના સમયમાં લોકોની ખૂબ સેવા કરી હતી. ગયા વર્ષે વાવાઝોડા અને ભારે વરસાદમાં બરબાદ થયેલા ગરીબ લોકોને નવા ઘર બંધાવી આપવા મદદ કરી હતી. યૂટ્યૂબર ખજૂરભાઈએ સમાજ સેવક તરીકે સ્વખર્ચે ઉમદા કાર્ય કર્યું હોય તેમને ખૂબ માન મળ્યું છે. ખજુરભાઈએ જાતે કેટલાંય ઘર બનાવી આપ્યા હતા.

બારડોલીની મીનાક્ષી દવે સાથે નીતિન જાનીની સગાઈ થઈ.

ચારેતરફ તેમની વાહ વાહ થઈ રહી છે. ખૂબ નાની ઉંમરમાં નીતિન જાનીએ નામ, પૈસા અને પ્રતિષ્ઠા કમાઈ હતી. હવે નીતિન જાની સંસારમાં પણ એક કદમ આગળ વધ્યા છે. નીતિન જાનીએ બારડોલીની મીનાષી દવે નામની યુવતી સાથે સગાઈ કરી છે. ખુદ નીતિનભાઈ એટલે કે ખજૂરભાઈએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મંગેતર સાથેનો ફોટા શેર કરી ચાહકોને આ માહિતી આપી છે.

ખજૂરભાઈએ આ ફોટા મંગેતર મિનાષી દવેને પણ ટેગ કર્યા છે. ગુજરાતમાં નીતિન ભાઈ એટલે કે ખજૂરભાઈના ચાહકો ખૂબ મોટી સંખ્યામાં હોવાના લીધે ફોટો શેર કરાયાના થોડા જ સમયમાં કોમેન્ટ બોક્સ અભિનંદનના મેસેજોથી છલકાઈ ગયું હતું.
દરમિયાન એવી વાત જાણવા મળી છે કે ખજુરભાઈએ પોતાની મંગેતર મીનાક્ષી દવેને સગાઈમાં ભેટ તરીકે આઈફોન 14 પ્રો ફોન આપ્યો છે. ખજુરભાઈ દ્વારા સગાઈના ફંકશનના ફોટા શેર કરવામાં આવ્યા છે, જેમાં બંનેની જોડી ખૂબ જ સરસ લાગી રહી છે.

Most Popular

To Top