National

કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાનની સુરક્ષામાં થઇ ભૂલ, કાફલામાં અચાનક ઘૂસી બ્લેક સ્કોર્પિયો

નવી દિલ્હીઃ કેરળના (Kerala) રાજ્યપાલ (Governer) આરિફ મોહમ્મદ ખાનની સુરક્ષામાં મોટી ભૂલ સામે આવી છે. મળતી માહિતી મુજબ મોડી રાત્રે નોઈડા (Noida) થી દિલ્હી (Delhi) આવી રહ્યા હતા. ત્યારે એક વ્યક્તિ સ્કોર્પિયો
(Scorpio) લઈને તેમના કાફલામાં ઘુસી ગયો હતો. આ વ્યક્તિએ પોતાની સ્કોર્પિયો વડે આરીફ મોહમ્મદ ખાનની કારને ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ ઘટનામાં આરીફ મોહમ્મદ ખાનને કોઇ ઇજા થઇ નથી.

આરિફ મોહમ્મદ ખાન ઉત્તર પ્રદેશમાં હુમલાખોરોના હુમલામાં બચી ગયા. કેરળના ગવર્નરના કાફલામાં એક કાર ઘૂસી ગઈ હતી. જેમાં પોલીસને નુકસાન પહોંચાડવાની દેખીતી યોજના હોવાની શંકા હતી. આ ઘટના શુક્રવારે રાત્રે ત્યારે બની જ્યારે રાજ્યપાલ નોઈડામાં એક કાર્યક્રમમાં હાજરી આપીને દિલ્હી જઈ રહ્યા હતા. આ દરમિયાન એક કાળા રંગની સ્કોર્પિયો કાફલામાં રોંગ સાઇડથી ધસી આવી હતી.જો કે કાફલાના અન્ય વાહનોએ એક વર્તુળ બનાવીને સ્કોર્પિયોને અચાનક થંભાવી દેતાં રાજ્યપાલની કારને સુરક્ષિત કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ આ ગુનામાં ગૌતમ સોલંગી અને મોનુ કુમાર બંને મૂળ નોઈડાની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ સમયે બંને નશાની હાલતમાં હતા. જો કે આ ઘટનાને સુરક્ષા અધિકારીઓ તરફથી મોટી ભૂલ ગણવામાં આવી રહી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

આરિફ મોહમ્મદ ખાન ઉદારવાદી મુસ્લિમ ચહેરા તરીકે ઓળખાય છે. તેઓ ખૂબ જ બોલ્ડ રીતે તેમની વાત રાખે છે. આરીફ મોહમ્મદ ખાન રાજીવ ગાંધીની કેબિનેટમાં મંત્રી હતા. પરંતુ તેમણે શાહ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને સંસદ દ્વારા ઉથલાવી દેવાનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ તેમણે રાજીવ ગાંધીની કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું.

આરિફ મોહમ્મદ ખાન ટ્રિપલ તલાકથી લઈને યુનિફોર્મ સિવિલ કોડ સુધીના મુદ્દાઓ પર ખુલ્લેઆમ બોલે છે. તેમણે ટ્રિપલ તલાક મુદ્દે કેન્દ્ર સરકારના પગલાની પણ પ્રશંસા કરી હતી. આજે પણ તેમનું માનવું છે કે ટ્રિપલ તલાક કાયદાએ મુસ્લિમ સમાજમાં તલાકના કેસોની સંખ્યામાં ઘટાડો કર્યો છે. આરીફ મોહમ્મદ ખાન ઘણા વિષયો વિશે ઊંડા જાણકાર છે.

Most Popular

To Top