Entertainment

થલાપતિ વિજયને જોઈને ફેન્સ બેકાબૂ, ફોટો-વિડિયોની હોડમાં અભિનેતાની કારનો કાચ તૂટ્યો

મુંબઇ: થલાપતિ વિજય (Thalapati Vijay) સાઉથનો ખુબ જ ફેમસ સુપરસ્ટાર (Superstar) છે. જેની એક ઝલક જોવા માટે ચાહકો આતુર થઇ જાય છે. જ્યારે પણ થલાપતિ વિજય ક્યાંય જોવા મળે છે ત્યારે ચાહકોમાં (Fans) તેને જોવા માટે હોબાળો મચી જાય છે. આવું જ એક દ્રશ્ય હાલમાં જોવા મળ્યું હતું. જ્યારે થલાપતિ વિજય તેની ફિલ્મના શૂટિંગ માટે કેરળ (Kerala) પહોંચ્યા હતા. તેમજ પોતાના ચાહકોની ભીડમાં તેમના ગાળીનો કાચ પણ ટુટી ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ કેરળ આવેલા વિજય એરપોર્ટની બહાર નીકળતાની સાથે જ હજારો ચાહકોની ભીડ તેમની એક ઝલક મેળવવા માટે ઉમટી પડી હતી. આ દ્રષ્યોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ચાહકોમાં થલાપતિ વિજય સાથે ફોટો-વિડિયો લેવાની હોડ ચાલી રહી છે. તેમજ તેઓ વિજયની કારની સામે આવી રહ્યા છે.

ટોળાએ થલાપતિ વિજયની કારમાં તોડફોડ કરી
સામે આવેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે થલાપતિ વિજય જેવા તિરુવનંતપુરમ પહોંચ્યા અને એરપોર્ટની બહાર આવ્યા ત્યાં ચાહકોની ભીડે તેમને ઘેરી લીધા હતા. તેમજ અભિનેતાની એક ઝલક જોવા માટે હજારો ચાહકોની ભીડ ઉમટી પડી હતી.

ચાહકો અભિનેતા સાથે સેલ્ફી લેવા માટે એટલા ઉત્સુક હતા કે સુરક્ષા માટે તૈનાત પોલીસકર્મીઓને પણ તેમને કાબૂમાં લેવામાં પરસેવો છૂટી ગયો હતો. આ દરમિયાન સ્થિતિ હોબાળા જેવી બની હતી. જેમાં અભિનેતાની કારના કાચ તૂટી ગયા હતા અને ઘણી કારમાં ઘણી જગ્યાએ ગોબા પણ જોવા મળ્યા હતા. વિજય માટે ચાહકોનો આ ક્રેઝ જોઈને બધા આશ્ચર્યચકિત છે. હાલમાં અભિનેતાના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ લોકપ્રિય છે.

થલાપથી વિજય વર્ક ફ્રન્ટ
થલાપતિ વિજયના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તેઓ ટૂંક સમયમાં તેમની આગામી ફિલ્મ ‘ગ્રેટેસ્ટ ઑફ ઓલ ટાઈમ’ (GOAT) માં જોવા મળશે. આ ફિલ્મનું પોસ્ટર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું, જે ચાહકોને ઘણું પસંદ આવ્યું હતું. આ ફિલ્મમાં થલાપતિ વિજય સાથે પ્રભુદેવા, પ્રશાંત અને અજમલ જોવા મળશે. જો કે આ ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. અહેવાલો છે કે આ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થઈ શકે છે.

Most Popular

To Top