Gujarat

મંગેતરે યુવતી સાથે દુષ્કર્મ કરી, નિર્વસ્ત્ર કરી, વાળ કાપી કેનાલ પાસે ફેંકી દીધી- કડીની ઘટના

ગાંધીનગર: (Gandhinagar) ઉત્તર ગુજરાતના કડીમાં એક યુવતી સાથે દુષ્કર્મની (Abuse) ઘટના બની છે. આ યુવતીની ૮ મહિના પૂર્વે જે યુવક સાથે સગાઇ (Engagement) થઇ હતી તેણે જ તેને મારા મારીને નિર્વસ્ત્ર કરી નાંખી હતી. એટલું જ નહીં વાળ કાપીને કડી નજીકથી પસાર થતી કેનાલ પાસે ફેંકી દીધી હતી. આ બનાવની ફરિયાદ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

  • કડીના યુવકે મંગેતર પર બળાત્કાર કરી નિર્વસ્ત્ર હાલતમાં જ રસ્તા પર ફેંકી દીધી
  • બંને વચ્ચે કારમાં રકઝક થતાં પાગલ બનેલા યુવકે વાગદત્તાના વાળ પણ કાપી નાંખ્યા

કડીના પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી યુવતી તેના મંગેતર સાથે કારમાં કડી થઈ વિરમગામ જઇ રહ્યાં હતાં. તે દરમિયાન બંને વચ્ચે કોઇ બાબતે રકઝક થઇ ગઇ હતી. ત્યાર બાદ થયેલી બોલાચાલી બાદ મંગેતર એટલો ઉશ્કેરાયો હતો કે તેણે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં પરંતુ તેને નિર્વસ્ત્ર કરી નાંખી હતી.

વાત આટલેથી અટકી ન હતી. તેણએ યુવતીના વાળ પણ કાપી નાંખ્યા હતાં અને યુવતીને કડી નજીકથી પસાર થતી કેનાલ પાસે ફેંકી દઇને નાસી છૂટ્યો હતો. આ યુવતી ગંભીર હાલતમાં રસ્તા પર પડી રહી હતી ત્યાર બાદ તેને સારવાર માટે કડીની હોસ્પિટલમાં ખસેડાઇ હતી. હાલમાં આ યુવતીની કડી હોસ્પિટલમાં હાલ સારવાર ચાલી રહી છે. તેની ફરિયાદના આધારે પોલીસે આરોપી મંગેતરને પકડવાના ચક્ર ગતિમાન કર્યા છે.

અમદાવાદના ગુજરાતી યુવકની દક્ષિણ અમેરિકામાં હત્યા
ગાંધીનગર : અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા હિરેન ગજેરા નામનો યુવક દક્ષિણ અમેરિકામાં આવેલા ઈક્વાડોરના એમ્પાલ શહેરમાં રહેતો હતો ત્યાં આતંકવાદીઓએ તેનું ત્રણ જૂને અપહરણ કરી ખંડણી માંગ્યા બાદ તેની હત્યા કરી લાશને વિન્સી નદીમાં ફેંકી દીધી હતી. અમેરિકામાં ગુજરાતી યુવકની હત્યાથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

આ બનાવો અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં રહેતા હિરેન ગજેરા વર્ષ 2006માં અમેરિકા ગયા હતા. દક્ષિણ અમેરિકાના ઈક્વાડોરના એમ્પાલ શહેરમાં તેમણે લાકડાનો બિઝનેસ શરૂ કર્યો હતો. 2024 સુધી અમેરિકામાં રહ્યા બાદ તેઓ અમદાવાદ પરત આવ્યા હતા, ત્યારબાદ ગયા વર્ષે માર્ચ મહિનામાં ફરી પાછા અમેરિકાના ઈક્વાડોરમાં ગયા હતા. ગત ત્રીજી જૂન-23 ના રોજ હિરેનભાઈના મિત્રના પિતાનો જન્મદિવસ હોવાથી તેમની પાર્ટીમાં ગયા હતા.

આ પાર્ટીમાંથી પાછા આવી રહ્યા હતા, તે દરમિયાન કોલંબિયાના ત્રાસવાદીઓએ તેમનું અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ એક લાખ અમેરિકન ડોલર અથવા 70 કિલો ડ્રગ્સની માંગણી કરી હતી. જોકે આખરે સમજાવટ બાદ અપહરણકારો 20,000 ડોલર લેવા તૈયાર થયા હતા. હિરેન તથા તેમના પરિવારજનોએ અપહરણકારોની માંગણી સ્વીકારી લીધી હતી. તેમ છતાં આતંકવાદીઓએ હિરેન ગજેરાની હત્યા કરી લાશને નદીમાં ફેંકી દીધી હતી. આમ અમેરિકામાં ફરી એકવાર ગુજરાતી યુવકની હત્યા થતાં પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.

Most Popular

To Top