Dakshin Gujarat

રાજપારડી નજીક નવા પુલ પર જતી ક‍ાર પુલ પરથી નીચે ખાબકી

ઝઘડિયા: (Jhagadia) ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ઝઘડિયા તરફ જવાના માર્ગ (Road) પર ભુંડવા ખાડી પર નવા બનેલા પુલ પરથી કાર (Car) નીચે ખાબકી હતી. ઝઘડિયા તરફથી આવી રહેલી એક ક‍ાર ભુંડવા ખાડીના નવા બનાવેલા પુલના (Bridge) રસ્તા પરથી પસાર થઇ રહી હતી. ત્યારે એકાએક ચાલકે સ્ટિયરિંગ પરનો ક‍ાબુ ગુમાવતા ક‍ાર રોડની દિવાલ ઓળંગીને જુના રોડ પર પડી હતી. આ ઘટનામાં સદભાગ્યે કોઇ જાનહાનિ થઇ ન હતી.

ભુંડવા ખાડીનો જુનો પુલ નીચો હોવાથી ચોમાસામાં પુલ પરથી પાણી જાય છે. આ ધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવવાની ક‍ામગીરી અંતર્ગત જુના પુલની બાજુમાં નવો પુલ બનાવાઇ રહ્યો છે. નવો પુલ જુના પુલ કરતા ઉંચો બનાવાયો છે. જેથી પુલની બન્ને તરફ રોડ ઢાળવાળો બન્યો છે. રોડ ઢાળવાળો બનતા બન્ને તરફ વોલ બનાવીને રેલિંગ બનાવાઇ છે. દરમિયાન રવિવારે નવા પુલ પર જવાના માર્ગ પરથી પસાર થતી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ક‍ાર નવા પુલના રસ્તા પરથી જુના માર્ગ પર પડી હતી.

જૂના સરદાર બ્રિજ પર લોખંડની એંગલ સાથે વધુ બે વાહનચાલકો અકસ્માતનો ભોગ બન્યા
ભરૂચ: ભરૂચ નેશનલ હાઇવે-૪૮ ઉપર જૂના સરદાર બ્રિજના ભરૂચ તરફના નાકા ઉપર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા જર્જરિત બ્રિજને લઈ ભારે વાહનો ઉપર અવરજવર પર પ્રતિબંધ માટે લોખંડની એંગલ લગાવાઈ છે. જો કે, લોખંડની એંગલ વાહનચાલકો માટે ભયજનક બની ગઈ છે. બે દિવસ અગાઉ ૩ લોકોએ લોખંડની એંગલથી જીવ ગુમાવ્યા બાદ વધુ ૨ વાહનને અકસ્માત નડ્યો છે. જેના કારણે લોખંડની એંગલ રોડ ઉપર પડી જતાં ટુ-વ્હીલર વાહનચાલકોના જીવનું પણ જોખમ ઊભું થયું છે.
ઝાડેશ્વર ચોકડી પાસે નેશનલ હાઈવે-૪૮ ઉપર ઝાડેશ્વર ચોકડીથી અંકલેશ્વર તરફ જવાના જૂના સરદાર બ્રિજ ઉપર ભરૂચ તરફના છેડા ઉપર બ્રિજ ઉપરથી ભારેખમ વાહનો પસાર ન થાય એ માટે ભરૂચ તરફના નાકા પર લોખંડની એંગલો લગાવવામાં આવી છે. લોખંડની એંગલો ઉપર રેડિયમ પણ અત્યંત નબળી મટિરિયલવાળી વાપરવામાં આવી હોય તેવા આક્ષેપ થયા છે. સાથે જ સ્ટ્રીટ લાઈટના અભાવે પણ અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે અને સ્પીડ બ્રેકરના અભાવે વાહનચાલકોની ગતિ વધુ હોવાના કારણે જોરદાર લોખંડની એંગલ સાથે અથડાતાં અકસ્માતો સર્જાય છે.

હાલમાં લોખંડની એંગલ તૂટીને રોડ ઉપર પડી હતી. જો કે, સદનસીબે નજીકથી ટુ-વ્હીલર વાહનચાલક પસાર ન થતા હોવાના કારણે અકસ્માતની મોટી હોનારત ટળી હતી. કારણ કે, બે દિવસ અગાઉ જ આ લોખંડની એંગલે ત્રણ લોકોનો ભોગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે, બોલેરો પિકઅપની બંધ બોડીનો કેટલોક હિસ્સો લોખંડની એંગલ સાથે ચોંટી રોડ ઉપર પડ્યો હોવાના ચોંકાવનારાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. આ તમામ મુદ્દાઓને ધ્યાન રાખી તંત્ર વાહનચાલકોની સુરક્ષા માટે સ્પીડ બ્રેકર તેમજ સ્ટ્રીટ લાઈટ લગાવે એવી માંગ ઊભી થઇ છે.

Most Popular

To Top