SURAT

સરોલી-ઓલપાડ બ્રિજ તૈયાર છતાં ઉદઘાટન ન થતાં લોકોને હાલાકી

સુરત: (Surat) સુરતથી સરોલી-ઓલપાડ તરફ જતા 3 લેનનો નવો રેલવે ઓવરબ્રિજ (Railway OverBridge) બનીને તૈયાર છે. પરંતુ મહાનુભાવાને તારીખ ન મળતાં મનપા (Municipal Corporation) દ્વારા આ બ્રિજનું ઉદઘાટન કરવામાં આવી રહ્યું નથી. જેથી લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેના કારણે લોકોએ જાતે જ બ્રિજ પર મૂકેલી આડાશ દૂર કરીને બ્રિજનો ઉપયોગ શરૂ કરી દીધો છે.

  • સરોલી-ઓલપાડ બ્રિજ તૈયાર, છતાં ઉદઘાટનમાં વિલંબ
  • બ્રિજ બનીને તૈયાર હોવા છતાં ઉદઘાટન ન થતાં લોકોને હાલાકી

મનપા મુખ્યમંત્રીના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરાવનાર છે, પરંતુ મુખ્યમંત્રીએ હજી સુધી સમય ન ફાળવતાં આ બ્રિજનું ઉદઘાટન થઈ રહ્યું નથી અને લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી. આ રેલવે ઓવરબ્રિજ રાજ્ય સરકારના આરએન્ડબી વિભાગ દ્વારા ક્રિભકો રેલવે લાઈન પર બનાવવામાં આવ્યો છે. આ રેલવે ઓવરબ્રિજ 1990માં ખુલ્લો મુકાયો હતો અને 2006માં સુરત મહાનગર પાલિકાની હદનું વિસ્તરણ થતાં આ રેલવે ઓવરબ્રિજ સુરત મહાનગરપાલિકાની હદમાં સમાવેશ થતાં બ્રિજની મરામતની જવાબદારી મનપા પર આવી હતી.

બ્રિજ જર્જરિત થતાં મનપા દ્વારા આ બ્રિજની જગ્યાએ નવો બ્રિજ બનાવવામાં આવ્યો હતો. તેની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ પણ હવે આ બ્રિજ લોકોને ઉપયોગમાં આવી રહ્યો નથી. મહાનુભાવોના હસ્તે બ્રિજનું ઉદઘાટન કરાવવાની લાયમાં લોકોને પરેશાન થવું પડી રહ્યું છે.

મેટ્રોની કામગીરીને પગલે મહિધરપુરા પોસ્ટ ઓફિસથી ટાવર સુધીનો રસ્તો બંધ કરી દેવાયો
સુરત : શહેર માટે મહત્વના એવા મેટ્રો રેલની કામગીરીને પગલે શહેરમાં ઘણા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. પરંતુ સુરત મેટ્રો દ્વારા જ્યાં કામગીરી નથી થઈ રહી ત્યાં પણ બેરીકેટ લગાવી દઈ અગાઉથી જ રસ્તા બંધ કરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી વધુ પરેશાની કોટ વિસ્તારના લોકોને થઈ રહી છે. કારણકે કોટ વિસ્તારમાં પહેલેથી જ રસ્તાઓ સાંકળા છે અને તેમાં હવે રસ્તાઓ બંધ કરાતા લોકોને ટ્રાફિકને કારણે હાલાકી થઈ રહી છે. શનિવારે મેટ્રોની કામગીરીને પગલે મહિધરપુરા પોસ્ટ ઓફિસથી ટાવર સુધીનો રસ્તો બંધ કરી દેવાતા સ્થાનિકોને ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો અને લોકો રોષે ભરાયા હતા. વહેલી સવારથી મહિધરપુરા વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ જતા લોકોને ઓફિસે પહોંચવામાં પરસેવો પડી ગયો હતો.

Most Popular

To Top