Dakshin Gujarat

ઝઘડિયા તાલુકામાં પાછલા દસ દિવસમાં છ જેટલા જીવલેણ અકસ્માત, ગોવાલી ગામ પાસે બે કાર ભટકાઈ

ઝઘડિયા: ગોવાલી ગામ પાસે રોંગ સાઇડ ઉપર પૂરઝડપે આવતી એક ઇકો કાર (Car) સામેથી આવતી કાર સાથે ભટકાતા પાંચ વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયા હતા. ઝઘડિયા તાલુકામાં છેલ્લા દસ દિવસમાં છ જેટલા જીવલેણ અકસ્માતનાં બનવો બન્યાં છે. ચાર માર્ગીય રસ્તાનું કામ ચાલુ હાવાથી એક તરફ જ બન્ને સાઈડનાં વાહનોને (Vehicles) ડાયવરઝન (Diversion) અપાતાં અકસ્માતો વધ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

  • ગોવાલી ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત, પાંચને ગંભીર ઇજા
  • ચાર માર્ગીય રસ્તાનું કામ ચાલુ હોવાથી એક તરફ જ બન્ને સાઈડનાં વાહનોને ડાયવરઝન અપાતાં અકસ્માતો વધ્યાં

ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો ઉપર છાશવારે સર્જાતા નાનામોટા અકસ્માતો ચિંતાનું કારણ બન્યા છે. અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહેતી હોય એમ આજે ગોવાલી નજીક બે વાહનો ટકરાતાં પાંચ જેટલી વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ચાર માર્ગીય બનાવેલા રોડ ઉપર કેટલાક સ્થળોએ એક સાઇડ ઉપર રોડનું સમારકામ ચાલે છે જેને લઇને બન્ને તરફ્ના વાહનો એક તરફ ડાઇવર્ટ કરાયા છે. એક જ સાઇડ ઉપર બંને તરફ્નો વાહન વ્યવહાર ચાલતો હોય સામ સામે બે કાર ભટકાઇ હતી.

અકસ્માતમાં ગેરકાયદે મુસાફરો ભરીને જતી ઇકો ગાડીને મોટું નુકશાન થયુ હતુ. અત્યાર સુધી કોઈ પ્રકારની પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી. અકસ્માતની જાણ થતાં સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા હોવાનું જાણવા મળ્યુ હતુ.

વાંકલા પેટ્રોલ પંપ સામે ક્રોસ કરતી વેળાએ બાઇક- કાર વચ્ચે અકસ્માત
વ્યારા: વાંકલા ચાર રસ્તા ઇન્ડીયન ઓઇલ પેટ્રોલ પંપ સામે વ્યારા- ઉનાઇ રોડ ઉપર રોડ ક્રોસ કરતી વેળાએ ડબલ સવારી બાઇકને કાર ચાલકે અડફેટે લેતાં બાઇક ચાલક અને પાછળ બેસેલ ઇસમ બંને ઘવાયા હતા. જેમાં બાઇક સવારનું સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ.

મલેલ માહિતી મુજબ વાંકલા પેટ્રોલ પંપ સામે તા.૨૧/૦૩/૨૦૨૪ ના રોજ સાંજના આશરે સાડા છ એક વાગેનાં અરસામાં ટાટા અલ્ટ્રોઝ ગાડી નં. જી.જે. ૨૬ એબી ૭૭૭૬ ના ચાલકે પોતાની ગાડી પુરઝડપે, ગફલત ભરી રીતે ચલાવી રોડ ક્રોસ કરી રહેલ હોન્ડા સાઇન મોટર સાઇકલ નં. જી.જે.૨૬ આર ૨૧૮૧ ને અડફેટે લેતાં બાઇક ચાલક અમિનભાઈ તથા બાઇક સવાર મનિષભાઈ રમણભાઈ ગામીત (ઉ.વ.૩૩) (રહે.પલાસીયા ગામ વચલુ ફળીયુ તા.ડોલવણ જી.તાપી) રોડ ઉપર પછડાયા હતા. જેમાં પાછળ બેઠેલ મનિષભાઇ રમણભાઇ ગામીત (ઉ.વ.૩૩)ને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ.

Most Popular

To Top