Comments

મજબૂત જમ્મુ જ કાશ્મીરને પણ મજબૂત બનાવી શકશે

જમ્મુ પ્રદેશને તેના સામાજિક-રાજકીય આર્થિક સશકિતકરણ પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ? તેણે જમ્મુને પૃથક હસ્તિ તરીકે જોવું જોઇએ કે જમ્મુ-કાશ્મીરની વ્યાપક એકતા સિધ્ધ કરવાની દૃષ્ટિએ તેને જોવું જોઇએ!

એક મત એવો છે કે જમ્મુ-કાશ્મીર પ્રદેશની શિયાળાની રાજધાની જમ્મુ નવો ઓપ માંગે છે. હકીકતમાં જમ્મુને અત્યાર સુધી કયારેય નવો ઓપ મળ્યો નથી બલ્કે પ્રાદેશિક અસમતુલા દૂર કરવા અથવા નવું રાજય બનાવવાની માંગ છતાં છૂટી છવાઇ માંગ થઇ છે. પરિસ્થિતિ વધુ ખરાબ તો ત્યારે થઇ છે કે જમ્મુની આકાંક્ષાઓ વાસ્તવિક બનાવે તેવું કોઇ બળ નથી. આવી માંગ ચૂંટણી સમયે જ ઉછળે છે, પછી કંઇ નહીં.

હા, ખાસ કરીને એકવારના આ રાજયને લડાખ સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા પછી ઝડપથી પલટાતા જતા ભૌગોલિક રાજકીય તખ્તામાં જમ્મુને નવો ઓપ આપવાની તાતી જરૂર છે. જમ્મુ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવતી વખતે મોટા મોટા વચનો અપાયા છતાં જમ્મુનાં સશકિતકરણમાં કંઇ ખાસ થયું નથી. આ સંજોગોમાં જમ્મુને માત્ર મજબૂત બનાવે એવા જ નહીં પણ એક સૂત્રે બાંધી રાખે તેવા પણ ઉપહારની જરૂર છે. સત્તાવાળાઓએ અત્યાર સુધી ઉપેક્ષા કરી છે પણ મજબૂત જમ્મુ જ કાશ્મીરને પણ મજબૂત બનાવી શકશે. સરહદપારની વિધ્વંશસ પ્રવૃત્તિને નાથવા માટે મજબૂત જમ્મુ-કાશ્મીર અનિવાર્ય છે.

અત્યારે હવે નામશેષ થયેલ ગુપકાર ઢંઢેરાના પ્રથમ દિવસે જ જમ્મુને નવો ઓપ આપવાનો વિચાર પેદા થયો હતો. આ ઢંઢેરો રાજયની ઉનાળુ રાજધાની શ્રીનગરમાં તા. 4થી ઓગસ્ટ, 2019ના રોજ, જમ્મુ-કાશ્મીર રાજયને વિશિષ્ટ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરાવની કેન્દ્રના પગલાનો વિરોધ કરવાના મર્યાદિત ધ્યેય સાથે ઢંઢેરો ઘડાયો હતો. કાશ્મીર કેન્દ્રી છ રાજકીય પક્ષોના ભેજાની આ નિપજ હતી અને તેણે એવી છાપ ઉપસાવી હતી કે જમ્મુ ઢંઢેરો ચૂં કે ચાં કર્યા વગર સ્વીકારી લેશે.

તો હવે જમ્મુના લોકોની આકાંક્ષાઓનો પડઘો પાડે તેવો જમ્મુ ઢંઢેરો હોવો જોઇએ? આયોજકોએ જ જેનો ખાતો બોલાવ્યો છે તે ગુપકાર ઢંઢીરાના જવાબમાં કોઇ ઢંઢેરો હોવો જોઇએ?

જવાબ છે- હા. જમ્મુની આકાંક્ષાઓનો પડઘો પાડે તોવા ઢંઢેરા સાથે બહાર આવી પ્રાદેશિક અસમાનતા દૂર કરવાનો કાર્યક્રમ જાહેર કરવો જોઇએ. પણ ગુપકાર ઢંઢેરાનો જવાબ નહીં હોવો જોઇએ. કારણ કે ગુપકાર ઢંઢેરો વ્યાપક ચર્ચા-મસલત વગર ઘડાયો હતો. તેનો હેતુ મર્યાદિત હતો અને તેના ઘડવૈયાઓએ જ તેનું ગળું ઘોંટી દીધુન હતું. તે સંદર્ભવિહીન હતો એમ ન કહી શકાય પણ તેણે જાતે જ પોતાનો સંદર્ભ ગુમાવી દીધો હતો.

જમ્મુ-કાશ્મીરનું રાજયત્વ આંચકી લેવાના બનાવના પ્રત્યાઘાત રૂપે જમ્મુના 20 રાજકીય પક્ષો અને સામાજિક જૂથો એ ઉતાવળે ભેગા થઇ જમ્મુ-કાશ્મીરનો રાજયત્વનો દરજ્જો પાછો માંગ્યો અને તેને જમ્મુ-ઢંઢેરા તરીકે જાહેર કર્યો અને ભાવિ દીર્ઘદ્રષ્ટિ કે દિશા વગર તેનો મર્યાદિત હેતુ હતો. જમ્મુની કાયાપલટ માટે શું થઇ શકે? વાદ-વિવાદ અને ચર્ચાને ખાસ્સો અવકાશ છે પણ જે કંઇ કરો તે નક્કર કરવાની જરૂર છે અને તેનું રહસ્ય જમ્મુના બિન સાંપ્રદાયિક સંસ્કૃતિમાં રહેલું છે. જે છેલ્લા કેટલાક દાયકાઓથી જોખમમાં છે. કાશ્મીરીયત કાશ્મીરીઓને ધર્મના ભેદભાવ વગર બાધી રાખે છે. ડોગરા કે ડુગ્ગરનો જમ્મુમાંપણ એવો જ દરજ્જો છે કારણ કે તે ધર્મ, જ્ઞાતિ કે વંશનો નિર્દેશ નથી કરતું.

જમ્મુ પ્રદેશમાન ત્રણ ચાવીરૂપ વ્યકિતત્વો છે જે ડોગરા ભાવનાને અને ડોગરા ડુગ્ગરને સમજે છે. તેમાં છે ડો. કરણ સિંહ, પંડિત પ્રેમ નારાયણ ડોગરા અને ગિરધારીલાલ ડોગરા. આ લોકો ડોગરા છત્ર હેઠળ જમ્મુની બહુલતાને એક કરી મજબૂત બનાવવાની નેમ રાખે છે. કાશ્મીરીયત જાત જાતના ભેદ વગર કાશ્મીરીઓની ઓળખ છે તેમ જમ્મુની ઓળખ ડોગરાઓ છે.

ડો. કરણ સિંઘ આંતર રાષ્ટ્રીય વ્યકિતત્વ છે જેણે ડોગરા વિચારધારાને નૈતિક માળખું સમજાવવા ઉપયોગમાં લીધી છે. પંડિત પ્રેમનાથ ડોગરા એક જમાનાના ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા હતા અને ડોગરા તત્વને રાષ્ટ્રીય સ્તરે લઇ ગયા હતા. જે જમાનામાં કોઇ મુસ્લિમ ભારતીય સંઘ પ્રત્યે આકર્ષાતો ન તો ત્યારે પ્રેમનાથ ડોગરાએ શેખ અબ્દુર રહેમાનને જમ્મુ (પૂર્વ) વિધાનસભા બેઠક પર જીતાડયા હતા. ગિરધારીલાલ ડોગરા જમ્મુ-કાશ્મીરના નાણા પ્રધાન રહયા છે અને બે વાર લોકસભામાં ગયા છે.

નવા જમ્મુ ઢંઢેરામાં જમ્મુના લોકોની આકાંક્ષાઓનો પડઘો પડવો જ જોઇએ અને અલગતાવાદીઓ પરાસ્ત થવા જ જોઇએ.

અત્યારે જમ્મુના વિવિધ ઘટકોમાં વિશ્વાસની ખાધ છે જેને ટૂંકા રાજકીય સ્વાર્થ મોટી બનાવે છે. આ વિશ્વાસની ખાધ પૂરવાનું નવા ઢંઢેરામાં અનિવાર્ય છે. સાથોસાથ કાશ્મીર-જમ્મુ વચ્ચેની અવિશ્વાસની ખાઇ પણ દૂર થવી જોઇએ. મજબૂત જમ્મુ-કાશ્મીર લોકોના હિતમાં શ્રેષ્ઠ છેઅ ને તેનાથી જ વધુ અસરકારક રીતે રાષ્ટ્રીય હિતની સેવા થશે.

          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top