Comments

ચૂંટણીના ઢોલ-નગારા વચ્ચે ખેતી ક્ષેત્રની સમસ્યાઓ ભુલાઈ ના જાય તે જોવું જરૂરી

દેશમાં સામાન્ય ચૂંટણીની જાહેરાત થઇ ગઈ છે. જૂન મહિનામાં નવી સરકાર રચાઈ જશે. ભારતમાં આર્થિક વિકાસ અને ઔદ્યોગિકીકરણની ચર્ચાઓ સતત થતી રહે છે, પણ દેશમાં આજે પણ ૫૦% થી વધુ વસ્તી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી સાથે સંકળાયેલી છે. 40 ટકાથી વધુ વસ્તી ગામડાંમા જ રહે છે એટલે ચૂંટણી મુદ્દાઓ ભટકી ના જાય તો પ્રવચનોમાં અમે ખેડૂતની સ્થિતિ સુધારીશું,તેમને ઉત્પાદનના વ્ય્યાજ્બી ભાવ મળે તેનાં વચનો અપાશે.પણ, ખેડૂતોની વાસ્તવિક સ્થિતિ તો આ ચૂંટણીમાં ભુલાઈ જ જશે.

દેશમાં ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે. મે મહિનો આવતાં જળાશયોના તળિયાં દેખાશે. વાતાવરણની અનિશ્ચિતતા આકસ્મિક વાવાઝોડું અને વરસાદ લાવી દેશે. આ બધાની વચ્ચે ગુજરાતના ખેડૂતોની કફોડી હાલત થશે. નેતાઓ ચૂંટણીમાં વ્યસ્ત હશે. કોઈ ગુજરાતના ખેડૂતોની વાસ્તવિક સ્થિતિનો વૈજ્ઞાનિક ઢબે  અભ્યાસ કરે તો જ તેને કામ લાગે.

ગુજરાતમાં કુલ ખેડૂત કેટલા? લગભગ પચાસ લાખ! હવે આમાં સીમાંત ખેડૂત 20 લાખ, 17 લાખ નાના ખેડૂત અને 11 લાખ સામાન્ય  એટલે કે 48 લાખથી વધુ તો સાવ જ નબળી કે સામાન્ય આર્થિક સ્થિતિવાળા ખેડૂત થયા. 45 હજાર મધ્યમ અને 4 હજાર મોટા સંપન્ન ખેડૂત ગુજરાતમાં છે. હવે એક કુટુંબની સરેરાશ સંખ્યા ૫ ગણીએ તો અડતાલીસ લાખ ખેડૂત પરિવારોમાં ત્રણ  કરોડ ખેડૂત પરિવારો સાવ નબળી આર્થિક સ્થિતિમાં જીવે છે.

ગુજરાતનાં છ કરોડ લોકોમાંથી ત્રણ કરોડ લોકોનો રોજગારી અને આવકનો આધાર ખેતી છે. આપણા ઉદ્યોગ અને બજાર પણ ખેતીની આવક આધારિત છે ત્યારે આપણે એ જોવું જરૂરી  છે કે ગુજરાત ખેતી માટે કેટલું સંવેદનશીલ છે? આપણાં મુખ્ય  પ્રસાર માધ્યમોમાં ક્યાંય ખેતીની ચર્ચા નથી.ખેતીની સમસ્યા આધારિત લેખમાળા કે સંશોધનપત્ર નથી. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે ખેતીની વાત એટલે માત્ર બિયારણ,વરસાદ,ઉત્પાદનની નથી. ગુજરાતમાં ખેતીની જમીનોનું બિનખેતીમાં રૂપાંતર,સિંચાઈની વ્યવસ્થા, ખેત પેદાશોના ખરીદ-વેચાણ અને પાક વીમા સહિતના મુદ્દાઓની સામાન્ય માનવી પર પડનારી અસરો ચર્ચવામાં આવતી નથી.

સરકાર ખેડૂત માટે પાક વીમાના પ્રિમિયમ પેટે હાજરો કરોડ રૂપિયા વીમા કંપનીને ચૂકવે છે. આમાંથી વીમા કંપની ખેડૂતોને માત્ર સો કરોડ પણ ચુકવતી નથી. પણ આ વીમા પ્રિમિયમની રકમ તો પ્રજાના ખિસ્સામાંથી જાય છે ને? ચૂંટણી સમયે મફતની ચર્ચા કરનારા અર્થશાસ્ત્રીઓ કદી આ વીમા કંપનીઓને થતા કરોડોના લાભ વિષે પોતાનું જ્ઞાન આપતા નથી.

ગુજરાતમાં પશુપાલકોના પ્રશ્નોની તો ક્યાંય ચર્ચા જ નથી.હા, હમણાં હમણાં શહેરોમાં રસ્તે રખડતાં ઢોરનો મુદ્દો અને તેનાથી થતાં આકસ્મિક મૃત્યુ ચર્ચાનો વિષય છે.પણ પશુપાલકોના પ્રશ્નો ક્યાં? શહેરમાં માણસ ગાડી લે તો પાર્ક કરે.રસ્તાઓ ગાડીઓથી ઉભરાય છે. વિચિત્રતા એ છે કે માણસે શહેરમાં રાત પડે સૂવા માટે નાનું મકાન પણ ખરીદવાનું થાય તો લાખો રૂપિયા ખર્ચવા  પડે જ્યારે ગાડીઓ મફત પાર્ક થાય અને જગ્યા રોકે ! હવે તો શહેરોમાં ઘણી જગ્યાએ ગાડી રાખવાના પણ રૂપિયા સોસાઈટી વસુલે છે પણ પ્રમાણ હજુ ઓછું છે. પશુ રાખ્નારનાએ કોઈ મકાન આપતું નથી .

પશુ પાલકો એ શહેર કે ગામથી થોડે દુર જ રહેવું પડે છે એટેલે તેમના બાળકોને ભણવાથી માડી યુવાનોને રોજગારી મેળવવા સુધી ફરજીયાત અપડાઉન કરવું પડે છે. સતત એક જ પાર્ટીની સરકાર રહેવાની  કેટલીક મર્યાદાઓ છે. ઉદ્યોગીકાર્ણ અને આર્થિક વિકાસના ખોટા ખ્યાલો ને કાને અધિકારીઓ અને કોન્ત્રાક્તારો વચ્ચે એવી શઠગાથ થઇ છે કે ઘણા ગ્રામીણ વિસ્તારોમાં ખનીજ બાબતે ક્યાં ખોદકામ શરુ થઇ જાય ક્યાં ખેડૂતની ફળદ્રુપ જમીન ઉદ્ય્ગ વાળા લઇ જાય તેની ખબરજ ના પડે . ગામડાનો ખેડૂત જાગે ત્યારે તો તેની જમીન બારોબાર વેચાઈ ગયાને સમય થયો હોય . સૌરાષ્ટ્રમાં આ મુદ્દે કનુભાઈ કલસરિયા એ વ્યાપક આંદોલનો કર્યા પણ જન સમર્થન નહીવત ! આપણે જળ પ્રદુષણ, હવાનું પ્રદુષણ ,જમીનનું પ્રદુષણ જેવી બાબતો માટે બિલકુલ ચિંતિત નથી. 

ગુજરાતમાં ખેતીની પ્રદેશ્ગત ભિન્નતા છે. ચરોતરમાં પહેલે થી નહેર સિચાઈ ની યોજના છે. બીજી યોજનામાં ખેતી ના વિકાસની વ્યહારચના અમલમાં આવી અને ભારતમાં સિચાઈ સુવિધાઓ વધારવા તરફ સત્તાવાળા નું ધ્યાન ગયું ત્યારેજ ગુજરતમાં આ વિસ્તારમાં નહેરો બનાવવામાં આવી . વિકસિત ગુજરતમાં છેલ્લા વીસ વર્ષમાં નહેર દ્વરા સિચાઈ ની શું સ્થી છે તે સૌ એ તપાસી જવું ખાસતો નર્મદા બંધ બધાય બાદ શ્રી જયનારાયણ વ્યાસ હતા ત્યારે નહેરો ,મુખ્ય કેનાલોના કામ થયા પછી તેમાં શું વૃદ્ધિ થઇ તે તાપસી જવું . અને કલ્પસર, સૌની , ખેતતલાવડી વગેરે યોજનાઓ માં હવે ક્યાં છીએ તે પણ જોઈ લેવું . પાણી તે ખેતી ની પાયાની જરૂરીયાત છે ગુજરાત એમાં નક્કર કામગીરી નથી કરી રહ્યું.

તો મધ્ય ગુજરાતમાં એક તો સિચાઈ નહેરથી અને પાક રોકડીયો તમાકુ નો એટલે અહી ખેડૂતો સમૃદ્ધ થયા .ઉત્તર ગુજરતમાં ઊંજા વિસ્તારમાં જીરું અને ઇઅસ્બ્ગુલ ના પ્રતાપે ખેડૂતો ની સ્થિતિ સુધારી વળી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નો જ્ઞાતિગત એકતા દ્વરા લાભ લેનારા સંપન્ન થયા .સૌરાષ્ટ્રમાં સદા પાણી ની તકલીફ રહી .જુનાગઢ ,અમરેલી માં મગફળી ઉગે પણ નફો તો તેલની મિલો વાળા ને મળે. ઉત્તર ગુજરતમાં બનાસ કાઠા અને સાબર કાઠમાં પણ પાણી નો પ્રશ્ન વિકટ . આમ ગુજરતમાં સૌરાષ્ટ્રના ખેડૂતો ની સમસ્યા જુદી ,ડાંગના ખેડૂતો ની જુદી ચરોતરના ખેડૂતો ની જુદી અને ગુજરાત સરકાર પાસે આ વર્ગીકરણ દ્વરા આયોજન કરવાનો વૈજ્ઞાનિક અભિગમ જ નહિ . હવે તો ખેતી માં કોઈ ને રસજ નથી સરકારને તો શહેરી કારણ અને મનોરંજન માં રસ છે તેને ફી વાળા પુલ બનવવામાં રસ છે એટલો ચેક ડેમ બનાવવામાં નથી.

સરકાર અને માધ્યમો ની સતત ઉપેક્ષા ના કારને હવે ગુજરતના ઉચ્ચ માધ્યમ વર્ગને પણ ખેતી માં રસ નથી .આપણી ફિલ્મો આપણા નાટકો આપણા સાહિત્ય અપના માંનોરજ્નમાં હ્વ્રે ક્યાય ખેડૂત કે ખેતર કે ખેતી ની વાત નથી . મધ્યમ અને સંપન્ન વર્ગના ખેડૂતો પોતાના સંતાનો ને ખેતી માં રાખવા માંગતા નથી. ઉત્તર ગુજરતમાં મહેસાણા જીલ્લા મહ્વે પંચમહાલ કે ડાંગના આદિવાસી યુવાનો ખેતી કરતા જોવા મળશે .ખેતર ઉધાદ્ક ખેડવા આપવાની યોજના ચાલુ થઇ છે . “ખેડે તેની જમીન” તે કાયદો ફરી અમલમાં આવે તો ઘણા ખેડૂતો જમીન માલિકી ગુમાવે . ગુરાતનો ખેડૂત ક્યારનો કોન્ત્રાક્ત ખેતી કરવતો થઇ ગયો છે માટે જ ખેડૂત આંદોલન માં ગુજરાતનું પ્રતીનીધીત્વ નહિવત હતું .આપણે ત્યાં ખેતી સાથે સંકલિત સહકારી માળખું પણ હવે કોમર્શીયલ ઉપયોગમાં જાવ લાગ્યું છે સહાકારી આગેવાનો ને આઘા હડસેલી રાજનેતાઓ સહકારી ક્ષેત્ર પર ચડી બેઠા છે એટલે આવનારા સમયમાં સહકારી ક્ષેત્ર પણ ગરીબ નાના વર્ગના હિતો ને બદલે કોર્પોરેટ હિતો મુજબ કામ કરતુ થઇ જવાનું છે

તો મુદ્દાની વાત આટલી જ છે કે યુવાનોમાં ખેતી નું ઘટતું આકર્ષણ ,ઉદ્યોગો દ્વરા જમીનો નું હસ્તાતરણ પાણીની સુવિધાઓ નો અભાવ તથા કૃષિ પેદાસહોના ખરીદ વેચાણ નીવ્યવ્સ્થાઓ માં સ્થાપિત હિત નું પ્રભુત્વ આ બધાને સમજી ગુજરાતમાં ખેડૂત અને ખેતીના પ્રશ્નો ઉકેલવાની જવાબદારી કોણ નિભાવશે ? આ મુદ્દો સાવ નાખી દેવાનો નથી ! રાજ્યની અડધો અડધ પ્રજા આના થી જોડાયેલી છે. ખેડૂતો ની આવક બમણી કરવી હોય ,ખેતી ક્ષેત્રે વસ્તી નો રસ ત્કાવ્વાઓ હોય ,અત્મ્હત્યાઓ ઘટાડવી હોય અને માત્ર મત માગવા પૂરતા ખેડૂતો યાદ કરવાની વૃત્તિ ના હોય તો ગુજરાત સરકાર આ ઉનાળાની શરૂઆતમાં જ ખેતી ના સર્વાંગી પ્રશ્નો સમજે . માવઠા ઉપર માવઠા માં જેમના પાક ધોવાયા તેમને ખરા અર્થમાં રાહત આપે અને આડેધડ લઇ લેવાતી ખેતી ની જમીનો બચાવે.  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top