Comments

ચીનનો નિકાસ મોડલ અપનાવવા કરતાં પોતાના ઉદ્યોગોને સંરક્ષણ આપવું જરૂરી

નાણાં પ્રધાન પીયુષ ગોયલે કહ્યું હતું કે ભારતનો નિકાસ ટોચ પર છે અને તેના બળ પર આપણે તીવ્ર આર્થિક વિકાસ હાંસલ કરી લઈશું. આ જ મંત્ર વિશ્વ બેન્ક, આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળ અને પશ્ચિમી સંસ્થાઓ છેલ્લા 50 વર્ષોથી આપણને શીખવાડી રહી છે. પણ આ નીતિનું પરિણામ છે કે દેશો વચ્ચે અસમાનતા વધી રહી છે અને આપણે વૈશ્વિક દોડમાં પાછળ જ પડી રહ્યા છીએ. વિશ્વ વેપારથી આપણને બીજા દેશોમાં બનેલો સસ્તો માલ ઉપલબ્ધ થાય છે પણ તેનાથી આર્થિક વિકાસ જરૂરી નથી. માનો કે ચીનના શંઘાઈની કોઈ મોટી ફેક્ટરીથી સસ્તી ફુટબોલ ભારતમાં આયાત કરાય છે અને આપણા ગ્રાહકને સસ્તી કિંમતમાં ફુટબોલ મળે છે પણ સાથે જ ભારતમાં ફુટબોલ બનાવવાના ઉદ્યોગ બંધ થઈ જાય છે.

China news | India news: How India can solve the Chinese puzzle without  hurting itself

આપણા શ્રમિક બેરોજગાર થઈ જાય છે જેના કારણે તેમનામાં ક્રયશક્તિ નથી રહેતી અને દુકાનમાં મૂકેલી સસ્તી ફુટબોલ ખરીદવા તેમની પાસે પૈસા નથી હોતા. એટલે આયાતથી સસ્તો માલ મળે છે પણ તે સસ્તા માલને ખરીદવા માટેની શક્તિ નથી રહેતી. જો ભારતમાં જ ફુટબોલનું ઉત્પાદન કરવામાં આવે અને તેની કિંમત ચીન કરતાં વધુ હોય તો છતાં તે લાભદાયક હોય છે. ત્યારે ભારતમાં ફુટબોલ બનાવવામાં રોજગાર ઉત્પન્ન થશે જેના પગલે શ્રમિકની ખરીદ શક્તિ વધશે અને તે ફુટબોલ ખરીદી શકશે. વિશ્વ વેપારના માધ્યમથી આપણને સસ્તો માલ મળે છે પણ ખરીદ શક્તિ સમાપ્ત થાય છે અને આપણે ભૂખે મરીએ છીએ જ્યારે ઘરેલુ ઉત્પાદનથી આપણને મોંઘો સામાન મળે છે પણ હાથોમાં ખરીદ શક્તિ હોય છે અને આપણે ઓછો ખરિદેલા મોઘા માલથી જીવિત રહીએ છીએ.

કોવિડના સંકટ બાદ વૈશ્વિક સ્તર પર આંતરમુખી અર્થવ્યવસ્થાને અપનાવવામાં આવી રહી છે. સમસ્ત દેશોને જાણવા મળ્યું હતું કે કોવિડ સંકટ દરમિયાન વિદેશોથી માલ આવવાનો બંધ થયો હતો જેના કારણે તેમના ઉદ્યોગ, રોજગાર સંકટમાં આવી ગયા હતા. એટલે વર્તમાનમાં નિકાસને વધ માત્રામાં જોઈ શકાય છે. અર્થશાસ્ત્રમાં મુક્ત વેપારના સિદ્ધાંતનો આધાર એ છે કે દરેક દેશ તે માલનું ઉત્પાદન કરશે જેમાં તે કુશળ છે. જેમ કે જો ચીનમાં ફુટબોલ સસ્તી બને છે અને ભારતમા દવા સસ્તી બને છે તો ચીન અને ભારત બંને માટે લાભદાયક એ છે કે ભારત ચીન પાસેથી ફુટબોલ આયાત કરે અને ચીન ભારતથી દવા. આમ બંને દેશોમાં રોજગાર ઉત્પન્ન થશે. જો ચીન દવા પણ સસ્તી બનાવે અને ભારત મુક્ત વેપારને અપનાવી ફુટબોલ અને દવા બંનનો આયાત કરે તો ભારતમાં ઉત્પાદન સમાપ્ત થઈ જશે અને આપણા નાગરિકો બેરોજગાર રહશે.

આપણને નિકાસમાં વધારો કરવો જોઈએ જ્યારે નિકાસ થઈ જાય ત્યારે એટલી જ માત્રામાં આયત કરવામાં આવે તો કાંટાનું સંતુલન જળવાઈ રહે છે. પણ વર્તમાન સ્થિતિ એ છે કે આપણા દેશથી નિકાસ ઓછું અને આયાત વધુ થઈ રહ્યુ છે. તેના પગલે ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે, રોજગાર ઓછા થઈ રહ્યા છે અને આપણો આર્થિક વિકાસ દર સતત નીચે જઈ રહ્યો છે. જો કે અમુક માલ એવા છે જેનું ઉત્પાદન આપણ કરી શકતા  નથી તે માલ આપણને આયાત કરવો જ પડશે અને તે માલને આયાત કરવા આપણને જેટલી વિદેશી મુદ્રા જોઈએ એટલી જ માત્રામાં  નિકાસ કરવો જોઈએ. પણ ગેરજૂરૂરી વસ્તુઓ જેમ કે ચોકલેટ અને બટાકાની વેફર જેવા માલ માટે આપણે જો નિકાસ કરીએ તો આપપણે મુશ્કેલીમાં ફસાઈ જઈએ છીએ. કારણ કે આ સમસ્ત વસ્તુઓ આયાત કરવા જરૂરી વિદેશી મુદ્રા મેળવવા આપણને પોતાનો માલ ઓછી કિંમતંમાં વેચવો પડશે અને આપણે ગરીબ થતા જઈએ છીએ.

આપણને સમજવું પડશે કે દેશની પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા આપણને પોતાના ઉત્પાદનને સફળ કરવો પડશે અને સસ્તો માલ બનાવવો પડશે. હાલમાં એવી પરિસ્થિતિ નથી કે ભારત સસ્તો માલ બનાવી રહ્યો હોય એટલે આપણે આયાતોથી બચવું જોઈએ. કારણ કે વગર રોજગારે સસ્તી ફુટબોલની સરખામણીમાં રોજગારની સાથે મોંઘી ફુટબોલ વધુ તાર્કિક લાગે છે. ચીનની ઘરેલુ આર્થિક બચત દર આપણાથી વધુ છે. આપણે પોતાની આવકનો આશરે 20 ટકા બચત કરીએ છીએ જ્યારે ચીન 45 ટકા. ચીનના નિકાસ મોડલમાં બે પાસા છે એક નિકાસ બીજો બચત. ચીને નિકાસનું મોડેલ ત્યારે અપનાવ્યું હતું જ્યારે વિદેશ વેપારનો વૈશ્વિક સ્તરે વિસ્તાર થઈ રહ્યો હતો. એટલે ચીનના મોડેલને અપનાવવામાં 2 મુશ્કેલી છે. પ્રથમ વાત એ છે કે વૈશ્વિક સ્તર પર આજે વિશ્વ વેપાર ઓછું થઈ રહ્યું છે અને બીજી વાત કે આપણી ઘરેલુ બચત દર ચીનની સરખામણીમાં ઓછી છે. એટલે ચીનનું મોડલ આપણા દેશમાં સફળ નહીં થશે. આપણને પહેલાં પોતાના ઉદ્યોગોને સંરક્ષણ આપવાની જરૂર છે અને ઉત્પાદન મોંઘુ થાય તે કારણોને દૂર કરવા જોઈએ જેમાં સરકારી ભ્રષ્ટાચાર પ્રમુખ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top