World

ચેનલ ઉપર ઈન્ટરવ્યુ આપ્યું અને ઈરાનના લેખકને સરકારે મોતની સજા આપી

નવી દિલ્હી: મોટી મોટી હસ્તીઓ ટીવી તેમજ અન્ય માધ્યમોને ઈન્ટરવ્યુ (Interview) આપતી હોય છે. જો કે આ બાબત કંઈ મોટી નથી પરંતુ ઈરાનના લેખકને ઈન્ટરવ્યુ આપવા બદલ મોતની સજા ફટકારવામાં આવી છે. જણાવી દઈએ કે ઈરાનના લેખક મેહદી બહમનને સરકારે મોતની સજા ફટકારી છે. મળતી માહિતી મુજબ લેખકે ઈરાનની એક ચેનલ 13ને પોતાનો ઈન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેઓએ મહસા આમિનના સમર્થનમાં તેમજ સરકારની વિરુદ્ધમાં બોલ્યા હતાં. જેના કારણે નારાજ થયેલી ઈરાન સરકારે લેખકને મોતની સજા ફટકારી છે.

  • લેખકે 19 ઓકટોબરના રોજ ચેનલ 13ને પોતાનું ઈન્ટરવ્યુ આપ્યું હતું
  • ઈન્ટરવ્યુમાં તેઓએ મહસા આમિનની મોત પછી દેશમાં થયેલા વિરોધ પ્રદર્શન અંગે ઈસ્લાની શાસનની આલોચના કરી હતી
  • કયા કારણોસર તેઓને સજા ફટકારવામાં આવી છએ તે સ્પષ્ટ થયું નથી

જાણકારી મુજબ લેખકે 19 ઓકટોબરના રોજ ચેનલ 13ને પોતાનું ઈન્ટરવ્યુ આપ્યું હતું અને ત્યાર પછી પોલીસે તેઓની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ આ ઈન્ટરવ્યુમાં તેઓએ મહસા આમિનની મોત પછી દેશમાં થયેલા વિરોધ પ્રદર્શન અંગે ઈસ્લાની શાસનની આલોચના કરી હતી. વધારામાં અમેરિકા દ્વારા સંચાલિત એક રેડિયો અનુસાર તેહરાનની કોર્ટે મેહદી બહમનને મોતની સજા તો ફટકારી છે પરંતુ કયા કારણોસર તેઓને સજા ફટકારવામાં આવી છએ તે સ્પષ્ટ થયું નથી.

જણાવી દઈએ કે ઈરાનમાં 22 વર્ષીય છોકરી મહસા આમિનને ઈરાનની પોલીસે યોગ્ય રીતે હિજાબ ન પહેરવાના કારણે હિરાસતમાં લીધી હતી. આ ઉપરાંત પોલીસ ઉપર આરોપ છે કે તેઓએ મહસા સાથે મારપીટ કરી હતી જેના કારણે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. આ ધટના પછી ઈરાનની સમગ્ર જનતા સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહી હતી તેમજ દુનિયાભરમાં આ ધટના પછી ઘણી નિંદાઓ થઈ હતી.

Most Popular

To Top