SURAT

સુરત: નો પાર્કિંગમાં રીક્ષા ઉભી નહીં રાખવાનું કહેતા ચાલકે પોલીસ કર્મી પર જ રીક્ષા ચડાવી દીધી

સુરતઃ (Surat) કાપોદ્રા ચાર રસ્તા પાસે નો પાર્કિંગમાં રીક્ષા (Rikshaw) લઈને ઉભા ચાલકને ત્યાંથી રીક્ષા ખસાડવાનું કહેતા રીક્ષા ચાલકે ટીઆરબી અને પોલીસ કર્મીના પગ ઉપર રીક્ષા ચડાવી દેતા રીક્ષા ચાલક સામે ફરજમાં રુકાવટની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ટ્રાફિક (Traffic) શાખા ખાતે સર્કલ-2 અને રીજીયન-1 માં અનાર્મ પોલીસ કોંસ્ટેબલ (Police Constable) તરીકે ફરજ બજાવતા જયદિપભાઈ અરવિંદભાઈએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં રીક્ષા ચાલક જયેશભાઈ રણછોડભાઈ ભરવાડ (ઉ.વ.૨૨, રહે,કામરેજ ચાર રસ્તા) ની સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ જયેશભાઈ ભરવાડ પોતાની રીક્ષા (GJ-05-AY-758) કાપોદ્રા ચાર રસ્તા ખાતે નો-પાર્કિગમાં લાવી ઉભી રાખતો હતો. ઉપરથી TRBએ રીક્ષા ત્યાંથી હટાવી લેવા કહેતા તેને રીક્ષા હટાવી નહોતી. અને આ ટીઆરબી રીક્ષાના આગળના ભાગે થોડા દુર ઉભા હતા ત્યારે જયેશ ભરવાડે માથાકુટ કરી હતી. અને બાદમાં પુરઝડપે હંકારી તેમની ઉપર રીક્ષા ચડાવી દીધી હતી. જેથી પોલીસ કર્મીના જમણા પગના પંજા ઉપર રીક્ષાનો આગળનો ભાગ તથા ટાયર ચઢાવી ઈજા કરી હતી. રીક્ષા ચાલક સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવતા વધારે તપાસ હાથ ધરી છે.

રાજમાર્ગ પર રીક્ષામાં આધેડના ખિસ્સામાંથી 15 હજાર ચોરી કરનાર ગેંગ ઝડપાઈ
સુરતઃ શહેરમાં બે દિવસ પહેલા રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી સાથેના પેસેન્જરની નજર ચુકવી 15 હજાર રોકડ ચોરી કરનાર આરોપીઓને લાલગેટ પોલીસે ઝડપી પાડ્યા હતા. નાનપુરા ખાતે લક્ષ્મીકુંજમાં રહેતા 50 વર્ષીય જયેશભાઇ અરવીંદભાઇ ખરોડીયા ગત 29 ડિસેમ્બરે રાજમાર્ગ ખાતે આવેલી સેન્ટ્રલ બેંન્ક ઓફ ઇન્ડીયામાંથી 15 હજાર રોકડા ઉપાડીને પોતાના ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે એક ઓટો રીક્ષાને હાથ ઉંચો કરી રિક્ષામાં બેઠા હતા. રીક્ષામાં પહેલાથી પેસેન્જર બેસેલા હતા. આ લોકોએ જયેશભાઈને આગળ પાછળ બેસાડી નજર ચુકવી ખીસ્સામાંથી 15 હજારની ચોરી કરી થોડે આગળ જઇ નીચે ઉતારી ત્યાંથી નાસી ગયા હતા.

જયેશભાઈએ આ અંગે ફરિયાદ નોંધાવતા લાલગેટ પોલીસે તપાસ હાથ ધરીને આરોપી સરફુદ્દીન ઉર્ફે હાજી લંગડા અઝીઝ શેખ (ઉ.વ-૪૦, ધંધો-વેપાર, રહેવાસી-ફલેટ નં-૦૨, બિલ્ડગ નં- ૫૫,ભેસ્તાન આવાસ), ઈરફાન નિયાઝઅલી સૈયદ (ઉ.વ-૨૮, ધંધો-રીક્ષા ડ્રાઈવર, રહે-ઘર નં-૧૮,બિલ્ડીંગ નં-૪૪ ગોલ્ડન આવાસ પાંડેસરા) તથા રફીકશા ભીખનશા ફકીર (ઉવ.૩૫ ધંધો-રીક્ષા ડ્રાઇવર રહે-બીલ્ડીંગ નં-સી/૯૫,રૂમ નંબર-૦૫,ભેસ્તાન આવાસ) ને ઝડપી પાડ્યા હતા.

Most Popular

To Top