National

જાલંધરમાં કબડ્ડીની મેચ દરમિયાન થવા લાગ્યું ધડાધડ ફાયરીંગ, કબડ્ડી પ્લેયરની હત્યાથી દોડધામ

જાલંધર: પંજાબ(punjab)માં ઈન્ટરનેશનલ કબડ્ડી પ્લેયર(International Kabaddi player) સંદીપ નંગલની હત્યા(murder) થતા ચકચાર મચી જવા પામી છે. જાલંધરના નકોદરના મલ્લિયાં કલાં ગામમાં ચાલી રહેલી ટુર્નામેન્ટ સમયે તેની ઉપર ફાયરીંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. અગાઉ મેચ સમયે થયેલા વિવાદનાં પગલે હત્યા થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે સંદીપને ગોળી વાગતા તેને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

ચાલુ ટુર્નામેન્ટ દરમ્યાન જ ફાયરીંગ કરાયું હતું. જેથી લોકોમાં ભાગ દોડ મચી જવા પામી હતી. લોકો ગ્રાઉન્ડમાંથી નિકળીને ભાગી રહ્યા હતા. કોમેન્ટ્રેટરે પણ જાહેરાત કરી કે જેમને જ્યાં પણ જગ્યા મળે ત્યાં ભાગી જાઓ. જ્યારે હુમલાખોર તેની ગાડીમાં ભાગી ગયો તો જોયું તો સંદીપના માથામાં ગોળીઓ વાગી હતી. આ ઘટના સમયે અન્ય બે લોકોને પણ ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ ટુર્નામેન્ટ બંધ કરવામાં આવી હતી.

ઘટનાસ્થળેથી 10 ખાલી ગોળીઓના શેલ મળ્યા
જલંધરના નાયબ પોલીસ અધિક્ષક લખવિંદર સિંહે જણાવ્યું હતું કે 40 વર્ષીય ખેલાડી શાહકોટના નાંગલ અંબિયા ગામનો વતની છે. નાંગલ તેના પરિવાર સાથે ઈંગ્લેન્ડમાં સ્થાયી થયો હતો પરંતુ તે પંજાબમાં કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરતો હતો. પોલીસે જણાવ્યું કે જ્યારે સંદીપ ટૂર્નામેન્ટની જગ્યા પરથી બહાર આવ્યો ત્યારે ચાર અજાણ્યા હુમલાખોરોએ તેના પર ગોળીબાર કર્યો હતો. પોલીસને આશંકા છે કે કબડ્ડી પ્લેયરમાં આઠથી 10 ગોળીઓ વાગી હતી. ડીએસપીએ જણાવ્યું કે ઘટનાસ્થળેથી 10 ખાલી ગોળીઓના શેલ મળી આવ્યા છે. સંદીપને ગોળી માર્યા બાદ તેને નાકોદરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

કબડ્ડી ફેડરેશન ચલાવી રહ્યા હતા MLK
નંગલની હત્યાથી કબ્બડી પ્રેમીઓમાં ભારે ગુસ્સો છે. જાલંધરમાં ક્રાઈમ સતત વધી રહ્યો છે અને પોલીસ તેને અટકાવવામાં નિષ્ફળ રહી છે. ​​​​​સંદીપ નંગલ બે-ત્રણ વર્ષથી MLK નામથી એક કબડ્ડી ફેડરેશન ચલાવી રહ્યો હતો. તેમા પંજાબના અનેક જાણીતા ખેલાડી જોડાયેલા છે. આ ફેડરેશન અનેક ટુર્નામેન્ટનું આયોજન કરે છે.

શિરોમણી અકાલી દળના નેતાનું નિવેદન
ઘટના મામલે શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે ખૂની હુમલાની નિંદા કરી હતી અને હત્યારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.તેઓએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, “હું આશાસ્પદ કબડ્ડી પ્લેયર સંદીપ નાંગલ અંબિયાન પરના ખૂની હુમલાની સખત નિંદા કરું છું. તેમનું અકાળે અવસાન કબડ્ડી જગત માટે ક્યારેય ન સમાપ્ત થનારી ખોટ છે. સંદીપના પરિવાર અને કબડ્ડીપ્રેમીઓ પ્રત્યે સંવેદના, હું હત્યારાઓની તાત્કાલિક ધરપકડની માંગ કરું છું,”

Most Popular

To Top