Sports

ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસની જાહેરાત, જાણો ક્યાં રમાશે 5 ટેસ્ટ મેચ?

નવી દિલ્હી: ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (India Tour Of Australia) આ વર્ષ 2024ના નવેમ્બરના અંતમાં શરૂ થશે. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરિઝની (IndiaVsAsutralia Test Series) પહેલી મેચ પર્થમાં રમાશે. ચાહકો લાંબા સમયથી બંને દેશો વચ્ચેની આ ટેસ્ટ સિરિઝની રાહ જોઈ રહ્યા હતા. અહેવાલ મુજબ, એડિલેડ, બ્રિસ્બેન, મેલબોર્ન અને સિડનીના સ્ટેડિયમને હાઇ-પ્રોફાઇલ સિરિઝ માટે પસંદ કરવામાં આવ્યા છે.

આ અહેવાલ મુજબ, સિરિઝની બીજી ટેસ્ટ એડિલેડમાં રમાશે. તે ડે-નાઈટ મેચ હશે. ત્રીજી મેચ બ્રિસબેનમાં રમાશે. મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. નવા વર્ષ 2025ની ટેસ્ટ મેચ સિડનીમાં યોજાશે. જોકે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ હજુ તેની આગામી સિઝનનું શેડ્યૂલ નક્કી કર્યું નથી પરંતુ માર્ચના અંત સુધીમાં શેડ્યૂલની અંતિમ તારીખોની જાહેરાત થઈ શકે છે.

વર્ષ 2024-25માં ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ 1991-92 પછી પ્રથમ વખત હશે જ્યારે બંને ટીમો એકબીજા સાથે પાંચ મેચની ટેસ્ટ સિરિઝ રમશે. ત્યારે ઓસ્ટ્રેલિયાએ ભારતને 4-0થી હરાવ્યું હતું. જો કે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી 4 ટેસ્ટ સીરીઝમાં ભારતનો દબદબો રહ્યો છે. ભારતે છેલ્લી ચાર સીરીઝમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. જેમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની બે-ટુ-બેક ટેસ્ટ સિરિઝ જીતનો સમાવેશ થાય છે. 2018-19 અને 2020-21 બંને પ્રસંગોએ

ભારતે છેલ્લા પ્રવાસમાં શાનદાર વાપસી કરી હતી ઓસ્ટ્રેલિયાના ભારતના છેલ્લા પ્રવાસમાં તેણે એડિલેડમાં ખરાબ શરૂઆત બાદ શાનદાર વાપસી કરી હતી. એડિલેડમાં ભારતીય ટીમ 36ના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. તત્કાલિન કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરી છતાં ટીમ ઈન્ડિયાએ અજિંક્ય રહાણેની કપ્તાનીમાં શાનદાર વાપસી કરી હતી. સિડની ટેસ્ટ બચાવવા માટે સંઘર્ષ કરતા પહેલા, ભારતે મેલબોર્નમાં વન-આઉટ ડ્રો અને પછી બ્રિસ્બેનમાં ત્રણ વિકેટથી યાદગાર જીત હાંસલ કરી. ટીમ ઈન્ડિયા WTC પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.ભારત વર્તમાન આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રાઉન્ડમાં એક પણ સિરીઝ હારી નથી. બે વખતના ડબ્લ્યુટીસી રનર્સ-અપે આ નવા રાઉન્ડમાં ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ સાથે તેમના અભિયાનની શરૂઆત કરી હતી, જ્યાં તેઓ 1-0થી જીત્યા હતા. આ પછી ટીમે બીજી બે ટેસ્ટ મેચની શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો. જ્યાં શરૂઆતી મેચ હાર્યા બાદ ભારતીય ટીમે શ્રેણી 1-1થી ડ્રો કરી હતી. ત્યારબાદ રોહિત બ્રિગેડે તાજેતરમાં ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડને 4-1થી હરાવ્યું હતું અને હાલમાં તેઓ WTC પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. કાંગારૂ ટીમને ભારતે 2-1ના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું.

ભારતે છેલ્લા ટુરમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું
ભારતે ઓસ્ટ્રેલિયાના તેના છેલ્લા પ્રવાસમાં એડિલેડમાં ખરાબ શરૂઆત બાદ સિરિઝમાં શાનદાર વાપસી કરી હતી. એડિલેડમાં ભારતીય ટીમ 36ના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. તત્કાલિન કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરી છતાં ટીમ ઈન્ડિયાએ અજિંક્ય રહાણેની કપ્તાનીમાં શાનદાર વાપસી કરી હતી. સિડની ટેસ્ટ બચાવવા માટે સંઘર્ષ કરતા પહેલા ભારતે મેલબોર્નમાં વન-આઉટ ડ્રો અને પછી બ્રિસ્બેનમાં ત્રણ વિકેટથી યાદગાર જીત હાંસલ કરી હતી.

ટીમ ઈન્ડિયા WTC પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે
ભારત વર્તમાન આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રાઉન્ડમાં એક પણ સિરીઝ હારી નથી. બે વખતના ડબ્લ્યુટીસી રનર્સ-અપે આ નવા રાઉન્ડમાં ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ સાથે તેમના અભિયાનની શરૂઆત કરી હતી, જ્યાં તેઓ 1-0થી જીત્યા હતા. ટીમે બીજી બે ટેસ્ટ મેચની શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. જ્યાં શરૂઆતી મેચ હાર્યા બાદ ભારતીય ટીમે શ્રેણી 1-1થી ડ્રો કરી હતી. ત્યારબાદ રોહિત બ્રિગેડ તાજેતરમાં ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડને 4-1થી હરાવ્યું હતું અને હાલમાં તેઓ WTC પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.

Most Popular

To Top