Trending

ભારતીય નૌકાદળની વિશ્વમાં પ્રશંસા, 3 મહિનામાં સમુદ્રી લૂંટેરાઓથી આટલા વિદેશી જહાજો બચાવ્યા- Video

મનીલા: (Manila) ચાંચિયાઓ (Pirates) સામે ભારતીય નૌકાદળની બહાદુરીના (bravery of Marcos) સમગ્ર વિશ્વ વખાણ કરી રહ્યું છે. ભારતીય નેવીએ છેલ્લા ત્રણ મહિનામાં ડઝનબંધ વિદેશી જહાજોની મદદ કરી છે. નેવીએ એક જહાજને બચાવી લીધું છે જે છેલ્લા ત્રણ મહિનાથી સોમાલી ચાંચિયાઓના કબજામાં હતું. આ દરમિયાન ભારતીય નૌકાદળના માર્કોસ કમાન્ડોને ઊંડા સમુદ્રમાં પેરાડ્રોપ કરવામાં આવ્યા હતા.

ચાંચિયાઓ વિરુદ્ધ ભારતીય નૌકાદળના ઓપરેશનની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે. તાજેતરમાં ભારતીય નૌકાદળે એમવી રુએન નામના માલવાહક જહાજને અરબી સમુદ્રમાં સોમાલિયન ચાંચિયાઓના કબજામાંથી બચાવી લીધું હતું. આ જહાજ છેલ્લા ત્રણ મહિનાથી ચાંચિયાઓના કબજામાં હતું. ભારતીય નૌકાદળે જહાજને બચાવવા માટે સી-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ દ્વારા માર્કોસ કમાન્ડોની ટીમને એરડ્રોપ કરી હતી. આ ઘટનાનો વીડિયો આજે પણ સોશિયલ મીડિયા પર પોપ્યુલર છે. દુનિયાભરના નિષ્ણાતો ભારતીય નૌકાદળની તાકાતના વખાણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારત એક જવાબદાર મહાસત્તાની જેમ વર્તે છે.

ભારતીય નૌકાદળ સંખ્યાની દૃષ્ટિએ ચીન કરતાં ઘણી નાની છે. ચીન પાસે વિશ્વની સૌથી મોટી નેવી છે. તે હજુ પણ ઝડપથી નવા યુદ્ધ જહાજો અને સબમરીન બનાવી રહ્યું છે. ચીનના ચોથા એરક્રાફ્ટ કેરિયર પર પણ કામ શરૂ થઈ ગયું છે. જ્યારે તેનું ત્રીજું સુપર કેરિયર ફુજિયન દરિયાઈ પરીક્ષણમાંથી પસાર થઈ રહ્યું છે. આમ છતાં ચીની નૌકાદળ લાલ સમુદ્રમાં ચાલી રહેલી અશાંતિ અને વૈશ્વિક દરિયાઈ પરિવહન પર ઉદ્ભવતા સંકટને લઈને શાંત બેઠી છે. બીજી તરફ ભારતીય નેવીએ કટોકટીની શરૂઆતથી અત્યાર સુધીમાં 10 થી વધુ ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે. આ સિવાય ભારતીય નૌકાદળના પેટ્રોલિંગ એરક્રાફ્ટ P-8I અને ડોર્નિયર સતત ઉડાન ભરી રહ્યાં છે.

ભારતીય નૌકાદળે એમવી રુએનના બચાવ દરમિયાન જે પ્રકારની બહાદુરી દેખાડી તે ભાગ્યે જ જોવા મળે છે. આ ઓપરેશન માટે ભારતીય નૌકાદળની માર્કોસ કમાન્ડો ટીમને એરફોર્સના C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ દ્વારા પેરાડ્રોપ કરવામાં આવી હતી. આ એરક્રાફ્ટે આ મરીન કમાન્ડોને ભારતીય તટથી 1400 કિમી દૂર પેરાડ્રોપ કર્યા હતા. આખી દુનિયામાં ઓન કેમેરા કમાન્ડોને ડીપ સીમાં ઉતર્યાનો આ પહેલો ફૂટેજ હતો. ભારતીય માર્કોસ કમાન્ડોએ ખુલ્લા સમુદ્રમાં ચાંચિયાગીરી વિરોધી ઓપરેશન હાથ ધર્યું. ત્યારબાદ એમવી રુએન નામના જહાજને મુક્ત કરવામાં આવ્યું. આ જહાજમાં 7 બલ્ગેરિયન નાગરિકો પણ હતા જેઓ છેલ્લા ત્રણ મહિનાથી બંધક હતા.

Most Popular

To Top