Sports

Woman T20 વર્લ્ડ કપ: સ્મૃતિની શાનદાર ઈનિંગ, ભારતનો સેમીફાઈનલમાં પ્રવેશ

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાએ (Team India) મહિલા T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં (Semi Final) જગ્યા બનાવી લીધી છે. સોમવારે પોર્ટ એલિઝાબેથના સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે ડકવર્થ અને લુઈસ પદ્ધતિ હેઠળ આયર્લેન્ડને પાંચ રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમે આયર્લેન્ડને જીતવા માટે 156 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ 8.2 ઓવર પછી જ વરસાદ પડ્યો હતો. તે સમયે આયર્લેન્ડે બે વિકેટે 54 રન બનાવ્યા હતા અને તે સમયે DLS નિયમ હેઠળ પાંચ રનથી પાછળ હતી. ભારે વરસાદને કારણે રમત આગળ રમી શકાઈ ન હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને વિજેતા જાહેર કરવામાં આવી હતી. ભારતીય ટીમની જીતમાં સ્મૃતિ મંધાનાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્મૃતિએ 87 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સ્મૃતિએ 56 બોલની આકર્ષક ઇનિંગમાં નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. હવે સેમિફાઇનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થવાની સંભાવના છે.

મહિલા ટી-20 વર્લ્ડકપની વરસાદથી અવરોધાયેલી એક મેચમાં ભારતીય મહિલા ટીમે ડકવર્થ લુઇસ પદ્ધતિથી આયરલેન્ડની ટીમને 5 રને હરાવીને ત્રીજીવાર સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય ટીમે સ્મૃતિ મંધાનાના 87 રનની મદદથી 20 ઓવરમાં 6 વિકેટે 155 રન બનાવ્યા હતા. વરસાદે રમત અટકાવી ત્યારે આયરલેન્ડ 8.2 ઓવરમાં 2 વિકેટે 54 રન બનાવ્યા હતા અને ડીએલએસ પદ્ધતિ અનુસાર તે ભારતથી 5 રન દૂર હતું.

આ જીત સાથે ટીમ ઈન્ડિયા ગ્રુપ-2માંથી સેમીફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. ઈંગ્લેન્ડની ટીમ પહેલાથી જ ક્વોલિફાઈ થઈ ગઈ છે. મંગળવારે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ મેચનું પરિણામ નક્કી કરશે કે સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો કઇ ટીમ સાથે થશે. આ અગાઉ 2018 અને 2020માં પણ ભારતીય ટીમ અંતિમ-4માં પહોંચી હતી. 2020માં ભારતે ફાઈનલ પણ રમી હતી, જેમાં ઓસ્ટ્રેલિયા સામે તેમનો પરાજય થયો હતો.

156 રનના ટાર્ગેટનો પીછો કરતા આયર્લેન્ડે એક જ ઓવરમાં બંને વિકેટ ગુમાવી દીધી હતી. આ 2 વિકેટ બાદ ટીમની અન્ય કોઈ વિકેટ પડી ન હતી. ઓપનર ગેબી લેવિસ અને સુકાની લૌરા ડેલેનીએ અર્ધસદીની ભાગીદારી કરી હતી. જ્યારે વરસાદ શરૂ થયો ત્યારે ગેબી 32 અને લૌરા 17 રન બનાવીને રમતમાં હતા.

Most Popular

To Top