National

વિશ્વના સૌથી મોટા પરિવારના મુખિયાના અંતિમ સંસ્કાર અટકાવી દેવાયા- પરિવારે કહ્યું ધબકારા ચાલે છે, શરીર ગરમ છે

દુનિયાના સૌથી મોટા પરિવારના મુખિયા 39 પત્નીઓ, 89 બાળકો ઉપરાંત તેમની પુત્રવધુઓ અને પૌત્ર-પૌત્રીઓના મોભી એવા જિઓના ચાનાનું 13 જૂનના રોજ નિધન થયું. 76 વર્ષના જિઓનાનો પરિવાર ચાના મિઝોરમની (Mizoram) રાજધાની આઈઝોલ પાસે બખ્તવાંગ ગામમાં રહે છે. જો કે હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરાયા છતાં પરિવારનું માનવું છે કે જિઓનાના (Ziona Chana) ધબકારા હજુ પણ ચાલે છે અને તેમનું શરીર ગરમ છે આથી તેઓના અંતિમ સંસ્કાર અટકાવવામાં આવ્યા છે. 

વિશ્વના સૌથી મોટા પરિવારના મોભી હોવાનો દાવો કરનાર જિઓના ચાનાનું જીવન જેટલું દિલચસ્પ રહ્યું તેટલું જ હવે તેમના મોતને લઈને પણ ચોંકાવનારી ઘટના સામે આવી છે. કહેવામાં તો જિઓનાનું મૃત્યુ 13 જૂનના રોજ થયું છે પરંતુ તે હજી જીવિત છે તેવા દાવા સાથે તેમના 167 સભ્યોના પરિવારે તેઓના અંતિમ સંસ્કાર અટકાવી દીધા છે.

મિઝોરમનું પાટનગર એજવાલના ત્રિનિટ હોસ્પિટલના ડોક્ટર્સે 13 જૂને ચાનાનું નિધન કન્ફર્મ કર્યું હતું. તેઓ 76 વર્ષના હતા. ચાનાની 38 પત્નીઓ છે અને 89 બાળકો છે. ચાના પાવલ સંપ્રદાયના નેતા છે. તેમના પિતાએ આ સંપ્રદાયનું ગઠન કર્યું હતું. સંપ્રદાયમાં 433 પરિવાર અને 2,500થી વધારે લોકો સામેલ છે. સંપ્રદાયના લોકોનું કહેવું છે કે જ્યાં સુધી મોત કન્ફર્મ નહીં થાય ત્યાં સુધી અંતિમસંસ્કાર નહીં કરાય.

મિઝોરમના બખ્તવાંગ ગામમાં જિઓના ચાના 39 પત્નીઓ, 89 બાળકો, 14 પુત્રવધુઓ, અને 33 પૌત્ર પૌત્રીઓ સાથે એક 100 રૂમના મોટા ઘરમાં રહેતા હતા. તેમનું ગામ આ પરિવારના કારણે વિસ્તારમાં પર્યટકોનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું. જિઓનાના પરિવારની મહિલાઓ ખેતી પણ કરે છે. જિઓના વ્યવસાયે કારપેન્ટર હતા. ચાનાની સૌથી મોટી પત્ની ઘરના સભ્યોમાં કામની વહેંચણીનું કામ કરે છે. તે દરેકના કામ પર નજર રાખે છે. 167 લોકોનો આ પરિવાર પહાડોની વચ્ચે બનેલા 4 ફ્લોરના મકાનમાં રહે છે. ઘરનું નામ ‘છૌન થર રન’ (ન્યૂ જનરેશન હોમ) છે. આ મકાનમાં 100થી વધારે રૂમ છે.

ચાનાની પત્નીઓ, બાળકો અને તેમના પણ બાળકો બધા એક જ ઈમારતમાં અલગ અલગ રૂમમાં રહે છે. પરંતુ બધાનું ખાવાનું એક જ રસોડે તૈયાર થાય છે. પત્નીઓ વારાફરતી રસોઈ બનાવે છે. એક દિવસમાં 45 કિલોથી વધુ ચોખા, 30થી 40 મરઘીઓ, 25 કિલો દાળ, ડઝનો જેટલા ઈંડા, 60 કિલો શાકભાજીની જરૂર પડે છે. પરિવારમાં લગભગ 20 કિલો ફળની પણ રોજ જરૂર પડે છે. ચાનાના પરિવાર માટે એક મોટા ડાઈનિંગમાં 50 ટેબલ પર ખાવાનું પીરસવામાં આવે છે. ચાનાની પત્નીઓ જમવાનું બનાવે છે. દીકરીઓ ઘરના બીજા કામ સંભાળે છે અને સાફ-સફાઈની જવાબદારી વહુઓ સંભાળે છે.

Most Popular

To Top