Dakshin Gujarat

નશા મુક્ત ભારત અભિયાનમાં ઉત્તમ પ્રદર્શન બદલ દમણને પુરસ્કાર

દમણ : દમણને (Daman) નશા મુક્ત ભારતના (India) અભિયાનમાં દમણ જિલ્લાનું ઉત્તમ પ્રદર્શન દાખવવા બદલ દિલ્હીના (Delhi) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો ઓફ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ દ્વારા પુરસ્કાર પ્રદાન કર્યો છે.

  • 15 મી ઓગસ્ટ -2020 ના રોજ દેશના 272 જિલ્લાઓમાં નશા મુક્ત ભારત અભિયાન શરૂ કર્યું હતું
  • સંઘ પ્રદેશ દમણમાં પણ નશા મુક્ત ભારત અભિયાનને સક્રિયપણે અમલમાં મુકવામાં આવ્યું હતું

નવી દિલ્હી દ્વારા 15 મી ઓગસ્ટ -2020 ના રોજ દેશના 272 જિલ્લાઓમાં નશા મુક્ત ભારત અભિયાન શરૂ કર્યું હતું. જેના માટે રાષ્ટ્રીય બાળકોના અધિકાર સંરક્ષણ દ્વારા નશીલી દવાઓના દુરુપયોગ અને અન્ય નશીલા પદાર્થોથી બાળકોને દૂર રાખવામાં આવે એવા આશય સાથે એક યુદ્ધ નશે કે વિરુદ્ધ સંયુક્ત કાર્ય યોજનાનું ગઠન કરવામાં આવ્યું હતું. જેમાં સંઘ પ્રદેશ દમણમાં પણ નશા મુક્ત ભારત અભિયાનને સક્રિયપણે અમલમાં મુકવામાં આવ્યું હતું. ત્યારે દેશના 272 જિલ્લા પૈકી 20 જિલ્લાઓને નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ એન્ડ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પુરસ્કારથી એનાયત કરવામાં આવ્યા છે. જેમાં દમણ જિલ્લાનો પણ સમાવેશ થયો છે. ત્યારે કલેક્ટર ડૉ. તપસ્યા રાઘવને આ પુરસ્કાર મળતા દાનહ-દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કલેક્ટરને સ્મૃતિ ચિહ્ન અને સન્માન પત્ર આપી સન્માન કર્યું હતું.

Most Popular

To Top