Charchapatra

જીએસટી મામલે કેન્દ્રએ રાજ્યને મદદ કરવી જોઇએ

નરેન્દ્ર મોદીની રાષ્ટ્રવાદી વડાપ્રધાન તરીકેની ભાવના ઉંચી કક્ષાની છે. એક દેશ એક કાયદોની ભાવનાએ ઘણાં વખતથી ચર્ચામાં રહેલો સેલ્સટેક્ષનો કાયદો જીએસટીને અમલમાં મુકવાનું શ્રેય એમને જાય છે.

એમણે કાળા નાણાને નાથવા અને સેલ્સ ટેક્ષમાં થતી ગોબાળારી રોકવા નોટબંધી કરી અને જીએસટીનો અમલ કર્યો. તે વખતે દેશની પરિસ્થિતિ જુદી જ હતી. કોરોનાએ હજી દેખા દીધી ન હતી.

એટલે જીએસટીનો અમલ સરળ વાત હતી પરંતુ કરોોનાએ દેખા દીધી અને ભારતના વ્યાપારો બંધ ખોરવાઇ ગયા. તેમાં લોકડાઉને વ્યાપારની પરિસ્થિતિ ખોરવી નાંખી. રાજયોની આવક જ બંધ થઇ ગઇ. જયારે જીએસટીનો અમલ કેન્દ્ર સરકારે શરૂ કર્યો હતો ત્યારે રાજયોને વચન આપ્યું હતું કે તમારા કરવેરા પર એટલે આવક પર આફત આવશે તો કેન્દ્ર સરકાર મદદ કરશે.

તે ન્યાયે રાજય સરકારોએ કેન્દ્ર પાસે મદદની માંગણી કરી ત્યારે કેન્દ્ર સરકારે હાથ ઉંચા કરી દીધા અને કહયું કે રિઝર્વ બેન્ક પાસે લોન લો અને તમારી ઘટેલી આવક પુરી કરો. બધી રાજય સરકારો મુંઝવણમાં મુકાઇ ગઇ તેમાં ખેતી વિષયક કાયદાઓની વિરૂધ્ધ હરિયાણા અને પંજાબના ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું એટલે ખેતીની આવકપર પણ અસર થઇ. રાજય સરકારો જો રિઝર્વ બેન્ક પાસે લોન લે તો એ બધાનું દેવું ઘણું બધું વધી જાય!

આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ કેન્દ્ર સરકારે રાજય સરકારોને મદદ કરવી જ જોિએ! પ્રજાનેઅ ાપેલા વચનો તો ચૂંટણી પછી બધા પક્ષો ભૂલી જાય છે. પ્રજાને આપેલા વચનો ન પળાતા પ્રજાને અવિશ્વાસ પેદા થાય છે. કેન્દ્ર સરકારે યોગ્ય વિચાર કરી તાત્કાલિક રાજય સરકારોને મદદ કરવી જ જોઇએ!

પોંડીચેરી          -ડો. કે.ટી. સોની- આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top