National

રાજસ્થાનના ભરતપુરમાં ‘તથ્યકાંડ’ જેવી ઘટના, બસ બગડતા નીચે ઉતરેલા 11 ગુજરાતીને ટ્રકે કચડ્યાં

ભરતપુર: રાજસ્થાનના (Rajashthan) ભરતપુરમાં (Bharatpur) અમદાવાદના (Ahmedabad) તથ્યકાંડ (TathyaKand) જેવી ઘટના બની છે. બસની (Bus) ફાટેલી ડીઝલ પાઈપ જોવા નીચે ઉતરેલા ગુજરાતીઓ (Gujarati) પર ધસમસતી ટ્રક (Truck) ફરી વળી છે. આ ભયાનક અકસ્માતમાં (Accident) 11 લોકોના કમકમાટીભર્યા મોત (Death) નિપજ્યા છે. જ્યારે 12થી વધુ મુસાફરો (Passenger) ઘાયલ થયા છે. તમામ મૃતકો ભાવનગરના (Bhavnagar) વતની હોવાની વિગતો જાણવા મળી છે. ભાવનગરથી બસમાં મથુરા (Mathura) શ્રી કૃષ્ણના (ShriKrishna) દર્શને જઈ રહ્યાં હતાં ત્યારે રાજસ્થાનના ભરતપુરમાં આ ગોઝારી ઘટના બની છે.

  • રાજસ્થાનમાં ભરતપુર પાસે માર્ગ અકસ્માતમાં 11 ગુજરાતીઓનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે
  • ભાવનગરથી ગુજરાતી શ્રદ્ધાળુઓ મથુરા જઈ રહ્યા હતા
  • મૃતકોમાં 6 મહિલા અને 5 પુરૂષ

પ્રાપ્ત માહિતી અનુસાર સવારે 5.30 કલાકે ભરતપુર હાઈવે પર અકસ્માત સર્જાયો છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. 11 મૃતકોમાં 6 મહિલા અને 5 પુરુષોનો સમાવેશ થાય છે. તમામ મૃતકો ગુજરાતના ભાવનગરના વતની હોવાનું કહેવાય છે.

ડીઝલની પાઈપ ફાટી જતા બસ રોડ કિનારે ઉભી હતી
પોલીસના જણાવ્યા અનુસાર બસ ભાવનગરથી મથુરા જઈ રહી હતી.  ભરતપુર-આગ્રા હાઈવે પર સવારે બસની ડીઝલની પાઈપ અચાનક ફાટી ગઈ હતી. ડ્રાઈવર સાથે 10-12 જેટલા મુસાફરો બસમાંથી ઊતરી ગયા હતા. ડ્રાઇવર પાઇપ રિપેર કર્યા બાદ ડીઝલ લેવા ગયો ત્યારે એક ટ્રકે બસને ટક્કર મારી અને નજીકમાં ઉભેલા લોકોને કચડી માર્યા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતા અન્ય વાહનોના ચાલકોએ રસ્તા પર બેભાન લોકોને પડેલા જોતા પોલીસને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી. તમામના મૃતદેહને ભરતપુર જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.

રોડ પર વેરવિખેર મૃતદેહો, હાઈવે પર જામ
અકસ્માતના લીધે એટલો જોરદાર અવાજ આવ્યો હતો કે તે સાંભળીને આસપાસના લોકો દોડી ગયા હતા અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. અકસ્માત બાદ મૃતદેહો હાઈવે પર વેરવિખેર થઈ ગયા હતા. ત્યાં હાજર લોકોએ એક પછી એક મૃતદેહને રસ્તા વચ્ચેથી કાઢીને બાજુ પર ખસેડ્યા હતા. અકસ્માતના પગલે હાઈવે પર પણ વાહનો અટકી પડ્યા હતા, જેના લીધે ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોની હાલત નાજુક છે. જ્યારે તેઓ ભાનમાં આવશે ત્યારે તેમની પૂછપરછ કરવામાં આવશે. 

મુસાફરો ભાવનગરથી મથુરા-વૃંદાવન જઈ રહ્યાં હતાં
મુસાફરો ગુજરાતના ભાવનગરથી ખાનગી બસમાં મથુરા વૃંદાવન જવા માટે આવી રહ્યા હતા ત્યારે હંતારા પુલ પાસે તેમની બસ બગડી ગઈ હતી. બસ બગડ્યા બાદ કેટલાક મુસાફરો બસની નીચે ઉતરીને ઉભા રહી ગયા હતા અને કેટલાક મુસાફરો બસમાં જ બેઠા હતા. એટલામાં જ તેજ ગતિએ આવી રહેલા એક ટ્રેલરે તેમની બસને પાછળથી ટક્કર મારી હતી.

Most Popular

To Top