Comments

પંજાબમાં ચન્ની વિજયરથમાં સજજ છે?

હિંદી-પંજાબી પટ્ટામાં કોંગ્રેસશાસિત છેલ્લા રાજય પંજાબમાં ચૂંટણીજવર વધી રહ્યો છે. ૨૦ મી ફેબ્રુઆરીએ ત્યાં મતદાન થવાનું છે. મુખ્યત્વે શિરોમણી અકાલીદળ અને કોંગ્રેસ વચ્ચેના મુખ્ય જંગમાં બહુપાંખિયો જંગ જામશે કારણ કે શિરોમણિ અકાલીદળ અને ભારતીય જનતા પક્ષનું જોડાણ તૂટયું છે અને અકાલી દળે માયાવતીના બહુજન સમાજ પક્ષ સાથે જોડાણ કર્યું છે. પંજાબમાં જંગી ૩૨% પ્રમાણમાં અનુસૂચિત જાતિના મત હોય, કોંગ્રેસે આગળ ધરેલા દલિત મુખ્ય પ્રધાન હોય, શિરોમણિ અકાલી દળ અને બહુજન સમાજ પક્ષની જોડી હોય, વિવાદાસ્પદ ખેતી કાયદા નિમિત્તે લાંબા ખેડૂત આંદોલનનો માહોલ હોય, ભૂતપૂર્વ કોંગ્રેસી મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહનો નવરચિત પંજાબ લોક કોંગ્રેસ ભારતીય જનતા પક્ષનો સથવારો શોધતો હોય ત્યારે અનુસૂચિત જાતિના મતના સંદર્ભમાં આ બહુપાંખિયો જંગ રસપ્રદ બની રહેશે.

પંજાબના સૌ પ્રથમ દલિત મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીને કોંગ્રેસ નવા મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તરીકે રજૂ કરતો હોય અને શિરોમણિ અકાલી દળ અને બહુજન સમાજ પક્ષ અનુસૂચિત જાતિના મતદારો પર નજર રાખી ખેડૂતોના પરંપરાગત ટેકાનું ધોવાણ પાછું ભરપાઇ કરવા માંગતા હોય તે સમયે આમ આદમી પક્ષ પણ આ મતદારોમાં પોતાનો ભાગ પડાવવા મથતો હોય તે સમયે ચન્નીનું મહત્ત્વ વધે છે. ચન્નીમાં સમાજના છેવાડાના માણસનો હાથ ઝાલવાની કુનેહ જાણીતી છે અને તે તેમણે ટૂંકા ગાળામાં કેળવી છે. પણ તેમની સામેનો મોટો પડકાર તેમના જ પક્ષમાંથી નવજોતસિંહ સિધ્ધુનો છે જેમણે પોતાના ઇરાદા સ્પષ્ટ કર્યા છે. પક્ષ સત્તા જાળવી રાખીને જ અસ્તિત્વ ટકાવી શકે અને તેને માટે કોંગ્રેસના લડતા – ઝઘડતા જૂથોએ એક થવું જ રહ્યું.

પંજાબના મોટા ભાગના મતદારોએ કોંગ્રેસની પસંદગી કરી હોવા છતાં તેમણે સામે મળીને એક જૂથ થઇને મતદાન કર્યું હોય તેવું ભૂતકાળમાં ભાગ્યે જ બન્યું છે. દલિતો જ્ઞાતિના વહેંચાયેલા છે. ૨૦૧૧ ની વસ્તીગણતરી મુજબ અનુસૂચિત જાતિનું વધુ વિભાજન મરઝબી શીખો (૨૬.૩૩%), રવિદાસીયા અને રામદાસીયા (૨૦.૭૬%) માં શ્વર્મી (૧૦.૧૭%) અને વાલ્મિકીઓ (૮.૦૬%) માં થયું છે. ચન્ની રવિદાસીયા – રમદાસીયા વર્ગના છે. પ્રથમ દલિત મુખ્ય મંત્રી બન્યા પછી ચન્ની અનુસૂચિત જ્ઞાતિઓના જુદાંજુદાં જૂથોને એક કરી શકશે? કોંગ્રેસની સફળતા અહીં છૂપાયેલી ઘા બૌધ્ધોમાં આનાથી ટેકો વધુ મજબૂત બનશે. કોંગ્રેસ સામે મુખ્ય પડકાર મફતની સેવા -માલ આપી રહેલા આમઆદમી પક્ષનો છે. અનુસૂચિત જાતિના મતદારો આમ આદમી પક્ષ તરફ ખેંચાશે? જ્ઞાતિ અને ધર્મ ચૂંટણી પરિણામોમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે? કે ખેડૂતો જ્ઞાતિ-ધર્મ-વગેરે ભૂલી મતદાન કરશે? કોના માટે? ખેડૂતોનું રાજકારણ છે ત્યાં સુધી કોંગ્રેસ માટે સત્તાની બારી ખુલ્લી છે જયારે કેન્દ્રના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના મુખ્ય પક્ષ સાથે રહેલા શિરોમણિ અકાલી દળને ખેડૂતવિરોધી કાયદાના પક્ષકાર તરીકે જોવાય છે.

ખેડૂત આંદોલનમાં આપની ભૂમિકા પર પણ ખેડૂતોની નજર છે તેમાં આપ કેટલો ફાવશે? ચન્નીને અનુસૂચિત જાતિનો જે ટેકો છે તે મતમાં પરિવર્તિત થશે? કેપ્ટન અમરિન્દરસિંહને હઠાવ્યા પછી સિધ્ધુ સામેના જંગમાં માત્ર ચન્ની જ કડીરૂપ હતા. ભાવિ મુખ્ય પ્રધાન તરીકે ચન્નીની પસંદગી પછી પરિસ્થિતિ ખાસ્સી બદલાઇ છે, પણ ચન્નીએ કોંગ્રેસ માટે કોઇ ચમત્કાર કરી દેખાડવો પડશે. ૨૦૧૭ ની ચૂંટણીમાં પક્ષને ૪૧% અનુસૂચિત શીખોના મત અને ૪૩% અનુસૂચિત હિંદુઓના મત મળ્યા હતા, પણ એ પણ હકીકત છે કે શીખો અને હિંદુઓની અનુસૂચિત જાતિઓના મતદારોએ કોઇ એક પક્ષને મત નથી આપ્યા. બહુજન સમાજનો આધાર છેલ્લા એક દાયકામાં ખાસ્સો ધોવાયો છે ત્યારે ચન્ની તેમાં કંઇ કરી શકશે? જ્ઞાતિની ગણતરીએ ચીન્નીને મુખ્ય પડકાર બનાવ્યા છે.  કેજરીવાલ સોગઠાં ગોઠવી રહ્યા છે અને દિલ્હીના જોર પર કૂદે છે. પણ આંક જૂદું જ કહે છે. ૨૦૦૧ ની ગણતરી મુજબ રાજયમાં વિધાનસભાની ૨૧૭ બેઠક માટે ૮૭ બેઠકમાં ૪૯% થી ૨૦% અનુસૂચિત જાતિના મતદારોની ઉપસ્થિતિ છે. ૧૧૭ બેઠકોમાંથી ૩૪% બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત રખાઇ છે. આ સંજોગોમાં ચન્ની વિજયરથમાં સજજ થઇ રહ્યા છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top