National

ઓડિશામાં ટ્રિપલ ટ્રેન અકસ્માતનું કારણ આવ્યું સામે, સિગ્નલ આપવામાં કરી હતી આવી ગંભીર ભૂલ

બાલાસોર: ઓડિશાના (Odisha) બાલાસોરમાં (BalasorTrainAccident) ભયાનક ટ્રેન દુર્ઘટનામાં 260 થી વધુ મુસાફરોએ જીવ ગુમાવ્યો છે જ્યારે લગભગ એક હજાર લોકો ઘાયલ થયા છે. ત્રણ ટ્રેનોની આ ભયાનક ટક્કર બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે અકસ્માતનો સંયુક્ત તપાસ રિપોર્ટ બહાર આવ્યો છે. આ તપાસ રિપોર્ટમાં આ ભયાનક ઘટના પાછળ સિગ્નલ સંબંધિત ખામી સામે આવી છે.

રિપોર્ટ અનુસાર, માલગાડી બહાનાગા બજાર સ્ટેશન પર લૂપ લાઇનમાં ઉભી હતી. આ દરમિયાન 12841 કોરોમંડલ એક્સપ્રેસ બહંગા બજાર સ્ટેશન પર પહોંચી. કોઈ પણ ટ્રેનને જ્યારે સ્ટેશન પરથી પસાર કરવાની હોય ત્યારે તેને લૂપ લાઈનમાં ઊભી રાખવામાં આવે છે.

બહાનાગા બજાર સ્ટેશન પર પણ આવું જ થયું. કોરોમંડલ એક્સપ્રેસને પસાર થવા દેવા માટે ગુડ્સ ટ્રેનને લૂપ લાઇન પર ઉભી રાખવામાં આવી હતી. બાલાસોર ટ્રેન દુર્ઘટના અંગેના સંયુક્ત અહેવાલ મુજબ, કોરોમંડલ એક્સપ્રેસને પહેલા અપ મેઈન લાઇન માટે સિગ્નલ આપવામાં આવ્યું હતું અને પછી તેને પાછી ખેંચી લેવામાં આવ્યું હતું પરંતુ ત્યાં સુધીમાં કોરોમંડલ એક્સપ્રેસ લૂપ લાઇનમાં ઘૂસી ગઈ અને પહેલાથી ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ ગઈ હતી. લૂપલાઈન પર પહેલેથી જ પાર્ક કરેલી માલસામાન ટ્રેનને ટક્કર માર્યા બાદ તે પાટા પરથી ઉતરી ગઈ હતી.

261ના મોત, 1000થી વધુ ઘાયલ: રેલવે
રેલવેના સત્તાવાર નિવેદન અનુસાર, અત્યાર સુધીમાં 261 લોકોના મોત થયા છે જ્યારે લગભગ 1 હજાર લોકો ઘાયલ થયા છે. પરંતુ ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા DGP ફાયર સર્વિસ સુધાંશુ સારંગીએ જણાવ્યું કે મૃત્યુઆંક વધીને 280 થઈ ગયો છે. NDRFની 9 ટીમો, ODRAFની 5 ટુકડીઓ, ફાયર સર્વિસની 24 ટુકડીઓ અને ઇમરજન્સી બચાવ અને રાહત કામગીરીમાં તૈનાત છે.

કેવી રીતે થયો આ અકસ્માત?
બાલાસોરના બહાનગા બજાર સ્ટેશન પાસે થયેલા આ ભયાનક માર્ગ અકસ્માત અંગે રેલવેએ તપાસ સમિતિની રચના કરી છે. તે જ સમયે, અકસ્માત કેવી રીતે થયો તે અંગે સાક્ષીઓના નિવેદનો પણ સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બહારની લાઇન પર એક માલસામાન ટ્રેન ઉભી હતી… હાવડાથી આવી રહેલી કોરોમંડલ ટ્રેન જે ચેન્નાઈ જઈ રહી હતી. પ્રથમ 300 મીટર પર પાટા પરથી ઉતરી. કોરોમંડલ ટ્રેનનું એન્જીન માલસામાન ટ્રેન પર ચઢી ગયું હતું અને કોરોમંડલ ટ્રેનની પાછળની બોગી ત્રીજા ટ્રેક પર પડી હતી અને ત્રીજા ટ્રેક પર ઝડપથી જઈ રહેલી યશવંતપુર એક્સપ્રેસ બોગી સાથે અથડાઈ હતી.

Most Popular

To Top