Madhya Gujarat

ઈંટવાડી ગામે આડાસંબંધોની શંકાએ યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો

હાલોલ: હાલોલ તાલુકાના ઈંટવાડી ગામે, એક મહિલા સાથેના સંબંધોને લઈને એક વર્ષ પૂર્વે થયેલ તકરારની અદાવતમાં, આરોપીએ તેના પિતરાઈ ભાઈ સાથે મળી ને મિત્રને મળવા બાલાવી મોતને ઘાટ ઉતારી, તેની લાશને તેના જ મોટરસાયકલ સાથે ક્રુરતાપૂર્વક બાંધીને ગામની સીમમાં આવેલ એક ખેતરના કૂવામાં ફેંકી દેતા, ચકચાર મચી જવા પામી હતી.

જ્યારે હાલોલ રૂરલ પોલીસે ઘટના ના ગણતરીના સમયમાં બંન્ને આરોપીઓને ઝબ્બે કરી તેમના વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.હાલોલ તાલુકાના તરખંડા ગામે રહેતા શૈલેષકુમાર ખુમાનસિંહ ચાવડા ગત તા.૨/૦૬/૨૧ ના રોજ સવારના અરસામાં પોતાના ઘેરથી મોટરસાયકલ લઈ હાલોલ ખાતે ડીઝલ લેવા માટે નિકળ્યો હતો, જે બાદ તે બીજા દિવસની સાંજ સુધી ઘેર પરત નહી ફરતા, તેના ભાઈ ભરતભાઈ ચાવડાએ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશને તેના ગુમ થયા અંગેની જાણવા જોગ અરજી આપવામાં આવેલ હતી.

જે બાદ ગત રોજ ભરતભાઈ ને હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના અધિકારીએ ફોન કરીને ઈંટવાડી ગામની સીમ માં આવેલ ખેતરમાં બોલાવ્યા હતા, જેથી તેઓ તેમના પરિવારના એક સદસ્યને સાથે લઈને ઉપરોક્ત ઘટના સ્થળે પહોંચ્યા, ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકટોળા એકત્રીત થયેલા હતા, વે પોલીસ તેમજ ફોયર બ્રીગેડનો સ્ટાફ હાજર હતો. ને ત્યાં આવેલ કૂવા નજીક ચાદર ઓઢાડેલ એક યુવકનો મૃતદેહ પડ્યો હતો, જેના હાથ પરના છુંદણા, શરીર પરના કપડા તેમજ ત્યાં નજીકમાં પડેલ મોટરસાયકલ પરથી તે મૃતદેહ તેમના ભાઈ શૈલેષ નો હોવાનું તેઓએ જણાવેલ હતું. તેમજ આમ પોતાના ભાઈને મરણ ગયેલ હાલતમાં જોઈ ભરતભાઈ ને ભારે આગાત લાગ્યો હતો. જે બાદ રૂરલ પોલીસે ઘટના અંગે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી,ગણતરીના કલાકોમાં હત્યાનું પગેરૂં શોધી કાઢવામાં સફળતા મેળવી હતી. પોલીસને જાણવા મળેળ કે શૈલેષ ચાવડા જે દિવસે ગુમ થયો, તે દિવસે સવારે તે ઈંટવાડી ગામે ગયો હતો. તેના આધારે તપાસ કરી હતી.

Most Popular

To Top