Madhya Gujarat

પાનમ ડેમમાંથી નદી પરનો ચેકડેમ ભરવા 500 ક્યુસેક પાણી છોડાયું

ગોધરા : પંચમહાલ જિલ્લાના  જીવાદોરી સમાન  પાનમ  જળાશય માંથી એક ગેટ એક ઇંચ ખોલીને 500 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં  આવ્યુ હતુ. પાનમ નદી ઉપર આવેલ ચેકડેમ ભરવા માટે જળાશય માથી પાણી છોડવાની જરૂર પડી હતી.  નદી પર રેતી ખનન થઈ રહયુ હોય તે બંધ કરીને આ સામે કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ.પંચમહાલ જિલ્લાના  જીવાદોરી સમાન પાનમ ડેમ યોજના ગોધરા,શહેરા તાલુકા તેમજ મહીસાગર  જિલ્લાના લુણાવાડા તાલુકાના ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે હાલમાં ઉનાળો ચાલતો હોવાથી ઉનાળાની સીઝન અંત તરફ છે. ત્યારે પાન વિભાગ દ્વારા લુણાવાડા તાલુકા માથી પસાર થતી પાનમ નદી પર બાંધવામા આવેલ  ચેકડેમ ભરવા માટે પાનમ ડેમમાંથી પાણી છોડવાની જરૂર પડી હતી.

પાનમ જળાશય નો 6નંબરનો એક ગેટ 1 ઇંચ ખોલીને ગુરૂવારની  સવારના 10વાગ્યે  100 ક્યુસેક પાણી છોડાયા  બાદ  બપોર ના 12 કલાકે 500 ક્યુસેક પાણી છોડતા પાનમ  નદી વહેતી થઈ હતી.  પાનમ નદી પર  આવેલ જે  ચેકડેમ મા પાણી ભરવા માટે જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું છે તેની આજુબાજુ પાછલા કેટલાક સમયથી રેતી ખનન થઈ રહયુ હોય તે રેતી ખનન સામે કડક કાર્યવાહી કરવા  જિલ્લા કલેકટર  ખનીજ વિભાગને આદેશ કરીને બંધ કરાવે તેવી લોક માંગ સાથે પ્રજાજનો પણ ઈચ્છી રહયા છે.  પાનમ વિભાગ દ્વારા  નદીમાં  પાણી છોડતા આ નદીની આસપાસના પશુ પંખીઓને પાણીની રાહત થશે તેમજ થોડી ગણી પાણી સમસ્યા હલ થાય તો નવાઇ નહીં.

Most Popular

To Top