Business

ઓનલાઈન સાયકોલોજી ડિગ્રી કઈ રીતે મેળવી શકાય?

જો તમે ઓનલાઈન સાયકોલોજી ડિગ્રી (Online Psychology Degree) મેળવવા માંગતા હોવ તો ઘણી યુનિવર્સિટીઓ (Universities) અને કોલેજો (Colleges) સાયકોલોજીના ઓનલાઈન કોર્સનો અભ્યાસ કરાવે છે. જેમાં વિદ્યાર્થિઓને (Students) ઓનલાઈન વર્ચ્યુઅલ લર્નિગ પ્લેટફોર્મ (Virtual Learning Platform) દ્વારા સાયકોલોજીની ડિગ્રી મેળવી શકે છે. આ ઓનલાઈન સાયકોલોજીની ડિગ્રીનો કોર્સ એવા લોકો માટે છે જેઓ કલાસમાં હાજરી ના આપી શકતા હોય.

આજના સમયમાં મોટા ભાગના કોર્સ ઓનલાઈન ભણાવવામાં આવે છે. જેના માધ્યમથી લોકો ઘરે બેઠા ઓનલાઈન પણ પોતાનો અભ્યાસ કરી શકે છે. સાયકોલોજીના ઓનલાઈન કોર્સમાં સામાન્ય રીતે કેમ્પસ (Campus) પર ભણાવવામાં આવતો તમામ અભ્યાસક્રમ આવરી લેવામાં આવે છે. ઓનલાઈન અભ્યાસ ક્રમમાં વિદ્યાર્થીઓને સાયકોલોજીના વિવિધ અભ્યાસક્રમા કોગ્નિટિવ સાયકોલોજી, એબનોર્મલ સાયકોલોજી, સોશિયલ સાયકોલોજી, ડેવલપમેન્ટ સાયકોલોજી અને રિસર્ચ મેથોડનો અભ્યાસ કરાવવામાં આવે છે.

ઓનાલઈન કોર્સ કરો છો તો ખાતરી કરો કે તમારી પાસે ઓનલાઈન કોર્સમાં ભાગ લેવા માટે જરૂરી ટેકનોલોજી અને ઇન્સ્ટ્રુમેન્ટ છે કે નહીં. તમારી પાસે સારૂ ઇન્ટરનેટ કનેક્શન, કમ્પ્યુટર કે લેપટોપ, અભ્યાસ માટેનું સૉફ્ટવેર અને અન્ય જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ હોવા જરૂરી છે.

આ રીતે અરજી કરો
ઓનલાઈન સાયકોલોજી કોર્સ માટે જરૂરી દસ્તાવેજો જેવા કે ટ્રાંસ્ક્રિપ્ટ્સ, બોનોફાઇડ સર્ટી છે કે નહીં તે જોવુ જરૂરી છે. આ તમામ દસ્તાવેજો નિર્દિષ્ટ સમયમર્યાદામાં સબમિટ કરાવવા જરૂરી છે. પરંતુ ધ્યાન રાખો કે તમે જે યુનિવર્સિટી અથવા જે પ્લેટફોર્મ પરથી તમે કોર્સમાં જોડાવાના છો તે ખાતરી બંધ  છે કે નહીં તેનું ધ્યાન રાખવુ જરૂરી છે. નહીં તર તમારી સાથે ફ્રોડ પણ થઈ શકે છે.

ઑનલાઇન સાયકોલોજી ડિગ્રી મેળવવાના ફાયદા
ઓનલાઈન કોર્સ વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતા મુજબ કરી શકે છે. જેનાથી વિદ્યાર્થીઓને પોતાની નૈતીક જવાબદારીઓ અને કોર્સને સાથે કરી શકે છે. આ સાથે ઓનલાઈન કોર્સ એવા વ્યક્તિઓ માટે મોટી તક પૂરી પાડે છે કે જેમનું ઘર તેમની કોલેજથી દુર હોય. કેટલાક ઓનલાઈન કોર્સ સેલ્ફ પેસ્ડ અથવા એક્સિલરેટેડ વિકલ્પો પણ ઓફર કરતા હોય છે. જેનાથી વિદ્યાર્થીઓ પોતાની પસંદગી પ્રમાણે અને ઝડપે ડિગ્રી પૂર્ણ કરી શકે છે.

ઓનાલાઇન કોર્સમાં ટ્યુશન ફી ઓછી હોય છે
ઓનલાઈન કોર્સમાં ઘણી વખત ટ્યુશન ફી ઓછી હોય છે. જો તમે કેમ્પસમાં કોર્સ કરતા હોવ તો તમારી ફી રેગ્યુલર હોય છે જે ઓનલાઈન કોર્સ કરતા વધારે હોય છે. સાથે તમારો મુસાફરીનો સમય અને ખર્ચો બચી જાય છે. ઓનલાઈન અભ્યાસ કરતા સમયે સાથી વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સાથે જોડાવા માટે ડિસ્કશન બોર્ડ, વર્ચ્યુઅલ મીટિંગ્સ અને અન્ય ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેવાથી તામરૂ લોકો સાથેનુ નેર્ટવર્ક વધે છે.

Most Popular

To Top