Gujarat

અન્ય શહેર કે રાજ્યનો કોરોનાનો દર્દી હોય તો પણ તેને હોસ્પિ.માં દાખલ કરવાનો રહેશે

ગાંધીનગર: સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોરોનાના દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવાના મુદ્દે જુદા જુદા નિયમો હોવાના પગલે ભારે નારાજગી વ્યકત્ત કરાઈ છે, જેના પગલે કોરોનાના દર્દીઓને દાખલ કરવા માટે એક સરખી નીતિ હોવી જોઈએ, તેવા પગલે ભરવા રાજ્ય સરકારોને પણ આદેશો કર્યા છે.

ગત તા.૩૦મી માર્ચના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલા આદેશના પગલે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એપેડેમીક એકટ ૧૮૯૭ અને ગુજરાત એપેડેમીક ડિસીઝીસ – કોવીડ -૧૯ રેગ્યુલેશન ૨૦૨૦ અન્વયે ગુજરામાં કોરોનાના દર્દીઓને દાખલ કરવાના નવી નીતિ જાહેર કરી છે.

આ નવી નીતિ મુજબ (૧) કોરોનાના દર્દીને દાખલ કરતી વખતે કોઈ પોઝિટિવ રિપોર્ટ માંગવામાં નહીં આવે એટલું જ નહીં કોરોનાના શંકાસ્પદ દર્દીને પણ સારવાર આપવાની રહેશે. (૨) ઈમરજન્સી એમ્બ્યૂલન્સ કે ખાનગી વાહનોમાં આવતા દર્દીને ત્વરિત દાખલ કરવાના રહેશે. (૩) દર્દી કયા શહેર કે રાજ્યનો છે તે બાબતો ધ્યાને લઈને દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાનો ઈન્કાર કરી શકાશે નહીં (૪) જરૂરિયાતવાળા કોરોનાના દર્દીને દવાઓ અને ઓક્સીજન આપવાના રહેશે.

Most Popular

To Top