National

ગૃહ મંત્રાલયે મોહમ્મદ કાસિમ ગુર્જરને આતંકવાદી જાહેર કર્યો, લશ્કર-એ-તૈયબા સાથે છે તેના સંબંધો

ગૃહ મંત્રાલયે (Home-Ministry) લશ્કર-એ-તૈયબાના (Lashkar-e-Taiba) સભ્ય મોહમ્મદ કાસિમ ગુર્જરને આતંકવાદી જાહેર કર્યો છે. કાસિમ હાલ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રહે છે. તેને ગેરકાનૂની ગતિવિધિઓ (પ્રિવેન્શન) એક્ટ એટલે કે UAPA હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.

કાસિમ આતંકવાદી ઘટનાઓમાં સામેલ છે
આદેશ જારી કરીને ગૃહ મંત્રાલયે કહ્યું કે 32 વર્ષીય મોહમ્મદ કાસિમ ગુજ્જર ઉર્ફે ‘સલમાન’ ઉર્ફે ‘સુલેમાન’ ને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે કારણ કે તે લાંબા સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે. તે ડ્રોન દ્વારા હથિયારો, દારૂગોળો, IED સહિતની ઘણી આતંકવાદી ઘટનાઓમાં સામેલ છે. તેનું કાયમી સરનામું અંગરાલા, તહસીલ મહોર, જીલ્લા રિયાસી, જમ્મુ છે અને હાલમાં તે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (POK) માં રહે છે.

Most Popular

To Top