Dakshin Gujarat

નેશનલ હાઈવે નંં 48 પર યુવક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારી દેતા મોત

વાપી: (Vapi) વાપીના બલીઠા વિસ્તારમાં એમ ક્યૂબ બિઝનેસ હબની સામે નેશનલ હાઈવે (National Highway) નં.૪૮ ઉપર રોડ ક્રોસ કરવા જતા યુવકને કોઈ વાહને અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજા થવાથી યુવકનું મોત નીપજ્યું હતું. બલીઠા ભંડારવાડમાં ગેરેજમાં રહેતા તેમજ છૂટક કામ કરતા ૪૭ વર્ષના ગોરખ દેવધારી સિંહ કુસ્વાહનું રોડ ક્રોસ (Road Cross) કરવાથી મોત નીપજ્યું હતું.

  • બલીઠા હાઈવે ક્રોસ કરવા જતા યુવકનું અકસ્માતમાં મોત
  • નેશનલ હાઈવે નં.૪૮ ઉપર રોડ ક્રોસ કરવા જતા યુવકને કોઈ વાહને અડફેટે લીધો

વાપી ટાઉન પોલીસે આ અકસ્માત મોત અંગે મૂળ યુપીના હાલ વાપી ગીતાનગરમાં રહેતા તેમજ ટ્રક ડ્રાઈવર તરીકે અહીં નોકરી કરતા કમલકાંત સિંહ કુસ્વાહએ ફરિયાદ લખાવી હતી. મરનાર ગોરખ સિંહ કુસ્વાહનાએ કમલકાંત કાકા થાય છે. વાપીના બલીઠામાં નેશનલ હાઈવે ઉપર સુરતથી મુંબઈ તરફ જવાના માર્ગ ઉપર રસ્તો ક્રોસ કરતા ગોરખ સિંહ કુસ્વાહને કોઈ વાહને અડફેટે લેતા માથાના ભાગે તેમજ શરીરમાં અન્ય સ્થળે ઈજા થઈ હતી. અકસ્માત થતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી હતી. એમ્બ્યુલન્સના સ્ટાફે ગોરખ સિંહને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ મૃતદેહને ચલા સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવાયો હતો. વાપી ટાઉન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પારડીના તળાવમાં નાહવા પડેલો યુવાન ડૂબી ગયો
પારડી : પારડીના શાકભાજી માર્કેટ પાસે આવેલા 99 એકરના ઐતિહાસિક તળાવમાં નાહવા પડેલો પારડીનો યુવાન ડૂબી જતા મોતને ભેટ્યો હતો. મળતી માહિતી મુજબ પારડી સર્વોદય સોસાયટી ખાતે રહેતો જય અશોક માહ્યાવંશી (ઉંવ.23) શુક્રવારના બપોરે તેની માતાને નાહવા જાઉં છું, કહીને પર્સ અને મોબાઈલ આપી ગયો હતો. જે બાદ જય ઘરે પરત ફર્યો ન હતો. જેની માતાએ આસપાસ શોધખોળ કરતા મળી આવ્યો ન હતો. શનિવારે સવારે ઐતિહાસિક તળાવમાંથી જયની લાશ મળી આવી હતી. જે અંગે પાલિકાના માજી સભ્ય કીર્તિ ભંડારી અને દિલીપ પટેલે પારડી પોલીસને જાણ કરતા મામલતદાર આર.આર.ચૌધરી, ફાયર-સેનેટરીની ટીમ તેમજ પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો. પોલીસ મથકે મૃતકના ભાઈ ધવલ અશોક માહ્યાવંશીએ ફરિયાદ નોંધાવી હતી. જય તળાવમાં નહાવા પડેલો હોવાથી ડૂબી જવાથી મૃત્યુ પામ્યો હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકની લાશને પારડી સીએચસી ખાતે પીએમ માટે ખસેડી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

Most Popular

To Top