Vadodara

યુપી પોલીસનું નામ સાંભળીને જ પોલીસ સ્ટેશનમાંથી ફરાર

વડોદરા : શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં પુર્વ વિદ્યાર્થી નેતા હર્ષીલ લીંબચીયા વિરૂદ્ધ કાર લીધા બાદ તેના પુરે પુરા પૈસા નહીં ચુકવતા છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી. બીજા બાજુ ઉત્તરપ્રદેશનમાં પણ હર્ષીલ વિરૂદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી. ઉત્તરપ્રદેશ પોલીસ હર્ષીલનો કબ્જો લેવા માંજલપુર પોલીસ સ્ટેશને પહોંચી હતી. ત્યારે તેની પહેલા જ હર્ષીલના જામીન થઈ ગયા હતા.અને ઉત્તરપ્રદેશ પોલીસને જોઈ હર્ષીલ માંજલપુર પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ જતા આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.તાજેતરમાં માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગોત્રી ભાયલી રોડ રોઝવૃડ રેસીડન્સમાં રહેતા યોગેશ વિજયભાઈ પાટીલે ફરિયાદ નોંધાવા હતી કે, કલાલી રોડ મેફેર અતરીયમ કોમ્પલેક્ષમાં ઓફિસ રાખી કાર લે વેચનો ધંધો કરૂ છું.

અને મે એક કાર વેચવા માટે રાખી હતી.ત્યારબાદ હર્ષીલે બાકીના રૂ.6.81 લાખ ચુકવ્યા ન હતા.અને અગાઉ આપેલો ચેક પણ બાઉન્સ થઈ ગયો હતા. મે પૈસા બાબતે કહતે હર્ષીલે ધાકધમકી આપી હતી. આ સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે હર્ષીલની ધરપકડ કરી હતી. જોકે આ બાદ તેના જામીન થઈ ગયા હતા. અને ઉત્તરપ્રદેશમાં નોંધાયેલા ગુનાને લઈ ઉત્તરપ્રદેશ પોલીસ જ્યારે તેને લેવા આવી ત્યારે તે પોલીસ સ્ટેશનમાંથી ભાગી ગયો હતો.

ઉત્તરપ્રદેશ પોલીસનું નામ સાંભળી હર્ષીલ પલાયન થઈ ગયો
માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપીંડીના ગુનામાં હર્ષીલની ધરપકડ થયા બાદ તેના જામીન થઈ ગયા હતા.અને તે માંજલપુર પોલીસ સ્ટેશનના પીએસઓ નજીક બેઠો હતો. જોકે આ દરમિયાન ઉત્તરપ્રદેશના મેરઠમાં હર્ષીલ વિરૂદ્ધ નોંધાયેલા છેતરપીંડીના ગુનામાં ઉત્તરપ્રદેશ પોલીસ હર્ષીલનો કબ્જો મેળવવા આવી હતી. ત્યારે પીએસઓની નજીક બેઠલા હર્ષીલે ઉત્તરપ્રદેશ પોલીસ તેને લેવા આવી છે. તેવું સાંભળતા જ તે માંજલપુર પોલીસ સ્ટેશનમાંથી ભાગી છુટ્યો હતો.

હર્ષીલ મળી આવશે તો યુપી પોલીસને જાણ કરાશે
ઉત્તરપ્રદેશ પોલીસે હર્ષીલ લીંબચીયાની યાદી આપી છે, કે તે મળી આવે તો જાણ કરવી, હર્ષીલની તપાસમાં તે મળી આવશે તો ઉત્તરપ્રદેશ પોલીસને હેંડઓવર કરવામાં આવશે.    -એસ.બી.કુંપાવત (ACP F DIV.)

ઉત્તરપ્રદેશ પોલીસે હર્ષીલને લેવા આવે છે, તેવી કોઈ જાણ કરી ન હતી
ઉત્તરપ્રદેશ મેરઠમાં હર્ષીલ વિરૂદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી. માંજલપુરના ગુનામાં હર્ષીલના જામીન થઈ ગયા હતા.અને તેણે બેસાડવામાં આવ્યો હતો. ત્યારે યુપી પોલીસ આવી હતી. જેઓનો અવાજ હર્ષીલ ભાગી ગયો હતો. ઉત્તરપ્રદેશ પોલીસે હર્ષીલનો કબ્જો લેવા આવે છે, તેવી કોઈ જાણ કરી ન હતી.   -પીઆઈ એચ.એલ.આહિર

હર્ષીલ લીંબચીયાનો ગુનાહિત ઈતિહાસ
માંજલપુર પોલીસ સ્ટેશનમાં હર્ષીલ લીંબચીયા વિરૂદ્ધ છેતરપીંડીના ગુના નોંધાયા હતા, ત્યારે આ અગાઉ તેની વિરૂદ્ધ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીના ગુના નોંધાયા હતા, વરણામા પોલીસ સ્ટેશનમાં આર્મ એક્ટ હેઠળ ગુના નોંધાયા હતા, આંણદ ટાઉનના પોલીસ સ્ટેશનામાં છેતરપીંડીના ગુના નોંધાયા હતા, માંજલપુર પોલીસ સ્ટેશનમાં રાયોટીંગ, દારૂ પીધેલાનો કેસ, પોલીસની ટોપી વગેરે રાખવાનો કેસ, મારામારીનો ગુનાઓ નોંધાયા હતા.

Most Popular

To Top