Gujarat

ગુજરાતમાં 30 માર્ચ સુધી કાળઝાળ ગરમી, એપ્રિલની શરૂઆતમાં આવશે વાતાવરણમાં પલટો

ગુજરાતમાં (Gujarat) માર્ચ મહિનાથી જ લોકો ગરમીથી (Hot) તોબા પોકારી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં વાતાવરણમાં (Atmosphere) પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થશે. માર્ચના અંત સુધીમાં તાપમાનનો પારો વધીને 40 ડિગ્રીને પાર થઇ શકે છે. જોકે એપ્રિલની શરૂઆતથી જ રાજ્યમાં વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરવામાં આવી છે. માર્ચ મહિનાના અંત સુધીમાં કાળઝાળ ગરમી બાદ એપ્રિલની શરૂઆતમાં લોકોને ગરમીમાંથી રાહત મળશે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ માર્ચ મહિનો પુરો થયા બાદ એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સર્જાતા વાતાવરણમાં પલટો આવશે. દેશના ઉતરના પર્વતીય વિસ્તારોમાં બરફ વર્ષા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ દિવસોમાં પવન વધુ રહેશે તેમજ વંટોળનુ જોર રહેશે. ગુજરાતના મોટા ભાગોના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળછાયું વાતારવણ રહેવાની શક્યતા રહેશે. મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળો આવવાની શક્તા રહેશે. જેના કારણે મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાતમાં કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે.

26થી 30 માર્ચ દરમિયાન ભારે ગરમી રહેશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં 42 ડિગ્રી આસપાસ તાપમાન પહોચવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં તાપમાન 40 ડિગ્રી રહી શકે છે. સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. કચ્છમાં 40 ડિગ્રી તાપમાન થઇ શકે છે જ્યારે સાંબરકાંઠા પંચમહાલમાં 40થી 41 ડિગ્રી તાપમાન થઇ શકે છે.

જોકે ત્યારબાદ એપ્રિલની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવશે. 1થી 3 એપ્રિલ સુધીમાં વાદળો સર્જાશે. 5 એપ્રિલની આસપાસ અરબ સાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે ગુજરાતના ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. અમુક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા રહેશે. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડના વિસ્તારોમાં પ્રી મોનસુન એક્ટિવિટી જોવા મળશે. 6થી 8 એપ્રિલમાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે. આંધી વંટોળ સાથે ગુજરાતના અમુક ભાગમાં પ્રી મોનસુન એક્ટિવિટી શરુ થવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Most Popular

To Top