Gujarat

ગુજરાત: 2 દરગાહ પર સરકારનું બુલડોઝર ફરી વળ્યું, અતિક્રમણ હટાવવાની ઝુંબેશ તેજ

કચ્છ: ગુજરાત સરકાર (Gujarat Govt) ગેરકાયદે દરગાહના બાંધકામો પર કડક વલણ અપનાવી રહી છે. કચ્છમાં ગઇકાલે આવી જ એક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અબડાસાના (Abdasa) દરિયાકાંઠાના વિસ્તારમાં ભંગોરીવાંઢના અતિક્રમણ (Encroachment) પર સરકારી બુલડોઝર ફરી વળ્યા હતા. બુલડોઝની પ્રક્રિયા અંગે અગાઉ ગુજરાત રાજ્યના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ચીમકી ઉચ્ચારી હતી અને કહ્યું હતું કે ગેર કાયદેસર બાંધકામને ચલાવી લેવામાં આવશે નહી.

પ્રાપ્ત વિગતો મુજબ ગઇ કાલે સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધવામાં આવેલ બે દરગાહ અને અન્ય ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી કચ્છમાં સરકારી જમીનો પર અતિક્રમણ કરીને બનાવવામાં આવેલી દરગાહ અને મદરેસા સહિત દુકાનો પણ દૂર કરવામાં આવી રહી છે. તેમજ ગઇ કાલે જે દરગાહ પર કાર્યવાહી કરવામાં આવી છે તેના નામ વડાપીર અને હાજી ઈબ્રાહીમ પીરની દરગાહ છે. જેને ગુજરરાત સરકાર દ્વારા જમીનદોસ્ત કરવામાં આવી છે.

જૂનાગઢની દરગાહ માટે તાજેતરમાં કાર્યવાહી કરવામાં આવી હતી
તાજેતરમાં ગુજરાતના જૂનાગઢમાં મજવાડી ગેટ સ્થિત દરગાહ સામે વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. વાસ્તવમાં આ દરગાહનું નિર્માણ કાર્ય દાયકાઓ પહેલા મજવાડી દરવાજા પાસે શરૂ થયું હતું. સમયની સાથે દરગાહનું કદ વધતું ગયું. તેમજ સત્તાવાળાઓએ આ દરગાહનું વિસ્તરણ કરી તેને જાહેર રસ્તાઓ સુધી લંબાવી હતી. ત્યારે ગુજરાત સરકારના કર્મચારીઓએ રાતોરાત તેનું ડિમોલીશન કર્યું હતું.

વાસ્તવમાં આ દરગાહ રોડની વચ્ચે આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરીને બનાવવામાં આવી હતી. આ ગેરકાયદે દરગાહને વહીવટીતંત્ર દ્વારા તોડી પાડવામાં આવી હતી. બુલડોઝરની કાર્યવાહી કરીને વહીવટીતંત્રે આ દરગાહને જમીનદોસ્ત કરી દીધી હતી. જો કે જૂન 2023માં આ દરગાહને તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે દરગાહને તોડી શકાઈ ન હતી.

આ દરમિયાન 1000 પોલીસકર્મીઓએ સુરક્ષાનો હવાલો સંભાળ્યો હતો. આ પછી રાત્રે જ દરગાહને તોડી પાડવાનું કામ શરૂ થઈ ગયું. સવારે 5 વાગ્યા સુધીમાં દરગાહને તોડીને આખી જમીન સમતલ કરવામાં આવી હતી. તેમજ જ્યારે બુલડોઝરની કામગીરી ચાલી રહી હતી ત્યારે રસ્તાઓ પર 400 મીટર અગાઉથી બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. જેથી અવરજવર અટકાવી શકાય.

Most Popular

To Top