Gujarat

ગુજરાતના સ્થાપના દિન 1 મે થી કોગ્રેસ રાજ્યભરમાં “જનમંચ” કાર્યક્રમ શરૂ કરશે

અમદાવાદ : કોંગ્રેસ (Congress) દ્વારા સામાન્ય ગુજરાતી (Gujarati) માટે “જનમંચ” કાર્યક્રમ ૧લી મે ગુજરાતના સ્થાપના દિનથી ગુજરાતમાં તાલુકે – તાલુકે શરૂઆત કરવામાં આવશે. ગુજરાતના યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતોને પોતાની વાત અને સમસ્યાઓ અને પ્રશ્નો સહિત કોઈપણ ફરિયાદ હોય તેના માટેના અવાજને બુલંદ કરવા, મંચ આપવાનું “જનમંચ” પ્લેટફોર્મ બનશે. જનમંચ કાર્યક્રમ દ્વારા આવેલી સમસ્યાઓનું સમાધાન કરવા માટે કોઈપણ પ્રકારની લડાઈ લડવા માટે કોંગ્રેસ કટિબદ્ધ છે, તેવું પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું.

પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જંગી બહુમતિના ગુમાનમાં રાચતી ડબલ એન્જિન સરકાર ઉત્સવો-મહોત્સવો-રાજકીય એજન્ડામાં વ્યસ્ત અને ભ્રષ્ટાચારમાં મસ્ત સરકાર અને પ્રશાસન પાસે ગુજરાતની સામાન્ય જનતાના પ્રશ્નો-સમસ્યાઓ-ફરીયાદોને સાંભળવાનો સમય નથી ના તો ઈચ્છા છે. વગદાર લોકોની-વગદાર લોકો માટે કામ કરતી સરકારમાં સામાન્ય ગુજરાતીનું કોઈ સાંભળવા વાળું નથી.
ત્યારે એક રચનાત્મક વિપક્ષ તરીકે વિધાનસભા કોંગ્રેસ પક્ષ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ આમ ગુજરાતીના પ્રશ્નો-સમસ્યાઓ-રજૂઆતો-ફરિયાદો-સૂચનો-અવાજને બુલંદ કરવા, મંચ આપવા ૧મી મે ગુજરાત સ્થાપના દિવસથી સામાન્ય ગુજરાતી માટે “જનમંચ” શરૂ કરી રહ્યાં છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષ સામાન્ય ગુજરાતીને મંચ પૂરો પાડશે. જ્યાં સામાન્ય ગુજરાતી જે ટેક્સ ભરે છે, મત આપે છે સામે સુવિધાઓ-વિકાસ-ન્યાય મેળવવો તેનો અધિકાર છે. યુવાનો-મહીલાઓ-ખેડૂતો-કામદારો-કર્મચારીઓ નાના વેપારીઓ-વૃધ્ધો-વિકલાંગો-મજદુરો-શોષિત-પિડિત સહિત એક એક ગુજરાતી “જનમંચ” ઉપર આવી પોતાની વાત-ફરીયાદ-સમસ્યાઓ-સુચનો રજુ કરી શકશે અને તેને બુલંદ અવાજે “જનસભાથી વિધાનસભા સુધી” પહોંચાડવાનું કામ કોંગ્રેસ પક્ષ કરશે. તેઓના હક્ક-અધિકાર-ન્યાય-સન્માનની લડાઈ જનસભાથી વિધાનસભા સુધી કોંગ્રેસ પક્ષ લડશે.

Most Popular

To Top