Gujarat

મનુષ્યએ પ્રકૃતિ સાથે કરેલી છેડછાડનું પરિણામ એટલે ગ્લોબલ વૉર્મિંગ: આચાર્ય દેવવ્રત

અમદાવાદ: પૃથ્વી, વાયુ, જળ, આકાશ અને અગ્નિ; પ્રકૃતિના આ પાંચ તત્વોથી બનેલા આપણા શરીરના સ્વાસ્થ્ય પર પ્રકૃતિની સીધી અસર છે. પ્રકૃતિ જેટલી સુરક્ષિત, સંયમિત અને નિયંત્રિત એટલું આપણું શરીર સ્વસ્થ, નિરોગી અને નિયંત્રિત. પ્રકૃતિનું જતન-સંવર્ધન કરીએ, પ્રકૃતિ જ વિશ્વશાંતિનો આધાર છે, તેવું આજે અમદાવાદમાં (Ahmedabad) 15મા પ્રકૃતિ આંતરરાષ્ટ્રીય ડૉક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલ (Nature International Documantary Film Festival) (પર્યાવરણ, વિકાસ, માનવ અધિકાર અને સ્વચ્છ ભારત વિષય પર આધારિત ડૉક્યુમેન્ટરી ફિલ્મોના ફેસ્ટિવલમાં રાજ્યપાલ (Governer) આચાર્ય દેવવ્રતએ (Acharya Devvarat) કહ્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વધુમાં કહ્યું હતું કે કૉન્સોર્શિયમ ફૉર એજ્યુકેશનલ કૉમ્યુનિકેશન (CEC), નવી દિલ્હી દ્વારા ગુજરાત યુનિવર્સિટીના એજ્યુકેશનલ મીડિયા રિસર્ચ સેન્ટર (EMRC)ના સહયોગથી આયોજિત ૧૫મો પ્રકૃતિ આંતરરાષ્ટ્રીય ડૉક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલ ગુજરાત યુનિવર્સિટીના શ્યામાપ્રસાદ મુખર્જી ઑડિટોરિયમમાં તા. 30 ઑક્ટોબર સુધી ચાલશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મનુષ્યની પ્રકૃતિ-સ્વભાવ બદલવા કઠિન છે, પણ જો મન-સ્વભાવ-પ્રકૃતિ બદલાઈ જાય તો ધરતીની પ્રકૃતિનું પણ જતન-સંવર્ધન થશે. મનુષ્યએ પ્રકૃતિ સાથે કરેલી છેડછાડનું પરિણામ એટલે ગ્લોબલ વૉર્મિંગ. જો મનુષ્ય હજુ પણ નહીં સુધરે તો ગંભીર દુષ્પરિણામો ભોગવવા પડશે. પ્રકૃતિ એ ઈશ્વરીય વ્યવસ્થા છે. મનુષ્ય પોતાના પ્રકૃતિ-સ્વભાવથી પ્રકૃતિનું ઉત્થાન પણ કરી શકે છે અને વિનાશ પણ કરી શકે છે. ‘ સર્વે ભવન્તુ સુખીન:’ ની ‘સંસ્કૃતિમાં આસ્થા ધરાવતા આપણે આખી દુનિયા સુખી રહે, આનંદમાં રહે એવી કામના કરીએ છીએ. જો મનુષ્યની પ્રકૃતિ સકારાત્મક અને કરુણામય હશે તો આ વિશ્વમાં આતંકવાદ, ખૂન-ખરાબા કે એટમબોમ્બનું અસ્તિત્વ જ નહીં રહે. જો મનુષ્યની પ્રકૃતિ પોઝિટિવ થઈ જશે, તો ધરતીની પ્રકૃતિ પણ પોઝિટિવ થઈ જશે.

હવે ધો. 10-12 બોર્ડની પરીક્ષા ફીમાં પણ 30 ટકા જેટલો વધારો ઝીંકાયો
ગાંધીનગર: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ 2024માં લેવાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફીમાં વધારો કરવામાં આવ્યો છે. પરિણામે બોર્ડની પરીક્ષા આપનાર નિયમિત વિદ્યાર્થીઓએ હવે વધુ ફી ચૂકવવી પડશે.
ધોરણ 10 અને 12ની પરીક્ષાની ફીમાં લગભગ 30 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. ધોરણ- 10ની પરીક્ષા ફી રૂપિયા 355 હતી, જેમાં રૂપિયા 35નો વધારો કરતા હવે રૂ. 390 ફી થઈ છે. ધોરણ- 12 વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષા ફી 605 હતી, તેમાં રૂપિયા 60નો વધારો કરાતા હવે ફી 665 થઈ છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અગાઉ ફી રૂ 490 હતી, તેના બદલે હવે રૂ 540 કરવામાં આવી છે. આમ નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષા ફીમાં વધારો કરવામાં આવ્યો છે.

Most Popular

To Top