Gujarat

અમિત શાહ આજે ગાંધીનગરમાં, NFSUના દીક્ષાંત સમારંભમાં હાજરી આપશે

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહ ફરીથી આવતીકાલે ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યા છે. તા.28મી ઓગસ્ટના રોજ સવારે 9.30 વાગ્યે કલોલના વડસર ખાતે તળાવના નવીનીકરણ તથા પુન: વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરશે. એ પછી શાહ સીધા સવારે 11 વાગ્યે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિ. ખાતે પ્રથમ દીક્ષાંત સમારંભમાં હાજરી આપીને સંબોધન કરશે.
NFSUના કુલપતિ ડો.જે.એમ.વ્યાસે જણાવ્યું હતું કે, 2019-21 અને 2020-2022ની બેચના કુલ 65 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. જ્યારે યુનિવર્સિટીના 1098 વિદ્યાર્થીને માસ્ટર્સ ડિગ્રી એનાયત કરવામાં આવશે અને અન્ય 10 વિદ્યાર્થીને પીએચ.ડી. ડિગ્રી અને એક વિદ્યાર્થીને ડી.એસસી. એનાયત કરાશે. મુખ્ય અતિથિ-કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ દ્વારા NFSUના વિવિધ વિષયોના ટોપર્સને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.

ડો.વ્યાસે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત સરકાર દ્વારા નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીને ફાળવવામાં આવેલી નૂતન જગ્યાનું ભૂમિપૂજન પણ કરશે. ગુજરાત અને NFSU કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સેન્ટર ફોર ટ્રેનિંગ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ, ઇન્ટરનેશનલ ગેસ્ટ હાઉસ અને ત્રણ સેન્ટર ઓફ એક્સેલન્સ ડિએનએ ફોરેન્સિક, સાયબર સિક્યોરિટી, ઇન્વેસ્ટિગેટિવ એન્ડ ફોરેન્સિક સાયકોલોજીનું પણ ઉદઘાટન કરશે.

Most Popular

To Top