Surat Main

ગ્રીષ્માની જેમ પાંડેસરાની યુવતીને મારી નાખવા યુવક તેના ઘરની બહાર બે દિવસથી ફરતો હતો, ત્યારે..

સુરત: (Surat) પાંડેસરામાં (Pandesara) વધુ એક ગ્રીષ્મા હત્યાકાંડ (Grishma Murder) રચાતા રહી ગયો હતો. શિવમ નામનો યુવાન યુવતીને મારી નાંખવાની ધમકી () આપી ઘરની આસપાસ ફરતો હતો. પોલીસ કમિશનર અજય તોમરને જ્યારે પરિવાર રજૂઆત કરવા આવ્યો ત્યારે તેમણે ત્વરિત આખા મામલાને ગંભીરતાથી લીધો હતો. પરિવાર અને યુવતી એકલી કમિશનર કચેરીએ રજૂઆત કરવા આવી હતી. તેઓએ પીસીઆર વાન મોકલીને આ યુવતીના ઘરની બહાર પોલીસ પહેરો ગોઠવી દીધો હતો.

  • મિશ્રા પરિવારની યુવતીને વિકૃત શિવમથી બચાવવા કમિ. તોમરે પીસીઆર વાન મોકલી
  • હત્યાકેસ સહિત સાત ગુનામાં સંડોવાયેલો માથાભારે શિવમ કેલા યુવતીને મારી નાંખવા માટે ફરતો હતો
  • ક્યારેય પોલીસનાં પગથિયાં ન ચઢેલો મિશ્રા પરિવાર કમિ. તોમરને રજૂઆત કરતા પણ ડરતો હતો

તેમાં સાત જેટલા ગુનામાં સંડોવાયેલા શિવમ કેલા સામે ફરિયાદ મળતાં કમિ. અજય તોમરે ત્વરિત પોલીસ ચોકી અને પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી આ મામલે કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. મિશ્રા પરિવારની યુવતીનાં માતા-પિતાએ પોલીસ કમિશનર અજય તોમરને મળી રૂદન કર્યું હતું. એકવીસ વર્ષીય યુવતીને મારી નાંખવા માટે શિવમ પાછળ પડ્યો હતો. તેમાં મિશ્રા પરિવાર જે ક્યારેય પોલીસ સ્ટેશનનાં પગથિયાં ચઢ્યો ન હતો.

ફેનીલ જેવો વિકૃત શિવમ હોવાની આશંકા જતાં પોલીસ દોડતી થઈ ગઈ
અંદાજે વીસ વર્ષીય યુવતીએ પોલીસ કમિશનર અજય તોમરને ફરિયાદ કરી હતી કે, તે ઘરની બહાર નીકળી શકતી નથી. આ ઉપરાંત મિશ્રા પરિવાર દ્વારા પણ છેલ્લા બે દિવસથી શિવમ ઉર્ફે કેલા મારવા માટે ફરી રહ્યો હોવાની ફરિયાદ કરાઈ હતી. આ ફરિયાદ વખતે સ્થળ પર ઉપસ્થિત અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. પાંડેસરા લિંબાયતમાં શિવમ કેલા પર મારામારી અને હત્યા જેવા સાત ગુના નોંધાયા છે. આમ, આ આખો મામલો ગંભીર જણાતાં કમિ. અજય તોમરે શિવમની ધરપકડ કરવા માટે આદેશ આપ્યા હતા.

શહેર પોલીસ કેલા જેવાં વિકૃતોને શોધી શોધીને સજા કરશે
કમિ. અજય તોમરે જણાવ્યું કે, આવાં વિકૃતોની તેમને ફરિયાદ મળી રહી છે. ત્યારે પોલીસ ગંભીરતાથી લઇને દોડી રહી છે. સ્થાનિક પોલીસ સ્ટેશન કાર્યવાહી નથી કરતી તો તેઓ દ્વારા આવો મામલો જાતે હાથમાં લેવાય છે.

Most Popular

To Top