Gujarat

GPSC પરીક્ષા મોકૂફ, નવી તારીખ વેબસાઈટ પર જાહેર કરાશે

ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગની (GPSC) પરીક્ષાની (Exam) તૈયારી કરતા ઉમેદવારો માટે માઠા સામાચાર સામે આવ્યા છે. આગામી 2,9 અને 16મી એપ્રિલે GPSCની યોજાનારી વિવધ પરીક્ષા હાલ મુલતવી (Postponed) રાખવામાં આવી છે.9 એપ્રિલે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્કની (junior clerk) યોજનારી પરીક્ષાને કારણે GPSCની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. 9 એપ્રિલના રોજ પરીક્ષા યોજાશે. ગાંધીનગર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 29 જાન્યુઆરી 2023ના રોજ જુનિયર કલાર્કની સ્પાર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી જે હવે 9 એપ્રિલના રોજ સાવરે 11થી 12 કલાક દરમિયાન યોજવામાં આવશે.

એપ્રિલની 2,9 અને 16ના રોજ GPSCની મુખ્ય પરીક્ષા યોજાવાની હતી. ત્યારે હવે આજે GPSCએ લેખિતમાં જાહેરાત કરી છે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની એપ્રિલ 2023ના રોજ વહીવટ/હિસાબની જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે GPSC દ્વારા તા.2,9 16 એપ્રિલ 2023નો રોજ યોજાનારી ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1 અને ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2ની મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવે છે, જેની ઉમેદવારોએ નોંધ લેવા જાણ કરી છે. મુખ્ય પરીક્ષાની નવી તારીખ નિયત થયે આયોગની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને આયોગની વેબસાઈટ જોતા રહેવા વિનંતી છે.

આ અગાઉ પણ GPSCની એક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. 2 માર્ચ 2022ના રોજ યોજાનારી GPSCની એક પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યાર બાદ 26 માર્ચે લેવાનારી મદદનીશ ઈજનેર વર્ગ-2ની પ્રાથમિક કસોટી મુલતવી રાખી હતી. આ પરીક્ષાની નવી તારીખો ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટ પર જલદી મુકાશે. GPSCની 26 માર્ચે આયોજિત પરીક્ષાઓ પૈકી મદદનીશ ઈજનેર વર્ગ-2ની પ્રાથમિક કસોટી હાલપૂરતી મુલતવી રાખવાનો નિર્ણય કરાયો હતો.

આ જાહેરાત બાદ ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદાવારોમાં નિરાશા જોવા મળી હતી. રાજ્યમાં છેલ્લા કેટલા સમયથી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવતો હોય છે. આ પહેલા પર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. જે હવે 9 એપ્રિલના રોજ યોજાશે.

Most Popular

To Top