Gujarat

GPSCની મુખ્ય પરીક્ષાઓની તારીખો જાહેર

ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ (Gujarat Public Service Commission) દ્વારા જીપીએસસી (GPSC Class I & II) ક્લાસ 1 અને 2 ની પ્રાથમિક પરીક્ષાનું (Exam) પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ 6152 ઉમેદવારો મુખ્ય લેખિત પરીક્ષા માટે કવોલિફાઈ કરવામાં આવ્યા છે. સાથે જ ક્લાસ- 1 અને 2 ની 244 જગ્યાઓની પ્રાથમિક કસોટીના પરિણામ પણ જાહેર કરવામાં આવ્યા છે. દરમ્યાન જીપીએસસી (GPSC) દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. નાયબ કલેક્ટર, ડીવાયએસપી, નાયબ રજીસ્ટર સહિતની વર્ગ 1 ની જગ્યાઓ માટે મુખ્ય પરીક્ષાઓ લેવાશે. મુખ્ય પરીક્ષાઓ 19, 21 અને 23 જુલાઈએ લેવામાં આવશે. વર્ગ 2 માં સેક્શન અધિકારી, મદદનીશ રજિસ્ટ્રાર, રાજ્ય વેરા અધિકારી સહિતની પરીક્ષાઓ યોજાશે.

GPSC દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. નાયબ કલેક્ટર, DYSP, નાયબ રજીસ્ટર સહિતની વર્ગ 1 ની જગ્યાઓ માટે મુખ્ય પરીક્ષાઓ લેવાશે. મુખ્ય પરીક્ષાઓ 19, 21 અને 23 જુલાઈએ લેવામાં આવશે. મુખ્ય પરીક્ષાનું પરિણામ નવેમ્બર, 2021 માં જાહેર થશે. જગ્યાની સામે આશરે ત્રણ ગણા ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે. ઈન્ટરવ્યૂ ડિસેમ્બરમાં થશે અને આખરી પરિણામ ૩૧ ડીસેમ્બર, ૨૦૨૧ પહેલા પ્રસિદ્ધ કરવામાં આવશે. 

ધો-12ના વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા રસી આપવા માટે વિચારણા

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે આગામી પહેલી જુલાઈથી ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે, ત્યારે આ વિદ્યાર્થીઓને રસી આપવા માટે આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પરીક્ષા શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીઓને રસી આપવામાં આવે તે માટે જુલાઈ માસમાં 18 વર્ષ પુરા થતા હોય તેવા વિદ્યાર્થીઓનો સ્કૂલ પાસેથી ડેટા મંગાવવામાં આવ્યો છે. રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા ધોરણ 12ની પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર તમામ વિદ્યાર્થીઓને રસી આપવામાં આવે તેવી રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

ધોરણ 12ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પૈકી 3.5 લાખ વિદ્યાર્થીઓ જુલાઈ 2021માં 18 વર્ષ પુરા કરશે. આ તમામ વિદ્યાર્થીઓને રસી પૂરી પાડવા માટે આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. આગામી પહેલી જુલાઈથી ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જેમાં 6.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. આ વિદ્યાર્થીઓને નજીકમાં જ પરીક્ષા સેન્ટર મળી રહે તે માટે બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.
અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા ધોરણ 12ની પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર તમામ (18 વર્ષની ઉંમર હોય તેવા) વિદ્યાર્થીઓને રસી આપવામાં આવે તેવી રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

Most Popular

To Top