Vadodara

વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનામાં સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું

વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષકોના મોતની ઘટના મામલે હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો રિટની સુનાવણીમાં આજે સરકાર દ્વારા સોગદનામુ રજુ કરવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે રાજયમાં બોટિંગ, એડવેન્ચર સ્પોર્ટસ સહિતની પ્રવૃત્તિઓને લઇ નવી નીતિ અમલી બનાવવામાં આવશે. હાઈકોર્ટેની ડિવીઝન બેંચએ વિવિધ રાજયના કાયદા તથા અન્ય પાસાઓના અભ્યાસ કર્યા બાદ નીતિ-નિયમો તૈયાર કરવા કરવા રાજય સરકારને નિર્દેશ કર્યો હતો.

  • રાજયમાં બોટિંગ, એડવેન્ચર સ્પોર્ટસ સહિતની પ્રવૃત્તિઓ માટે નવી નીતિ બનાવાશે

દરમ્યાન સરકાર તરફથી હાઇકોર્ટને જણાવાયું હતું કે, રાજય સરકાર દ્વારા બોટિંગ, એડવેન્ચર સ્પોર્ટ્સ, દરિયાકાંઠા પર થતી પ્રવૃત્તિ, રોપ વે સહિતની જગ્યાઓ પરની પ્રવૃત્તિઓ માટે લીગલ ફ્રેમ વર્ક, સટફિકેશન અને એન્ફોર્સમેન્ટ માટેની નીતિ તૈયાર કરાશે. નવી નીતિ ત્રણ મહિનામાં તૈયાર કરવામાં આવશે.

રાજયમાં પર્યટન પ્રવૃત્તિમાં વધારો નોંધાયો હોવાથી લોકોની સુરક્ષા અને સલામતી માટે સરકાર દ્વારા 13 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે, જે ઇન્ડ લેન્ડ વોટર બોડીઝમાં બોટીંગ સહિતની જુદી જુદી પ્રવૃત્તિઓ માટે લીગ ફ્રેમ વર્ક, સર્ટિફિકેશન અને એન્ફોર્સમેન્ટ અંગેની નીતિ તૈયાર કરશે. આ ઉપરાંત રાજયમાં તમામ જળાશયોમાં ફરી ઇન્સ્પેકશન કરાઇ રહ્યું છે, હાલ 27 જળાશયોમાં બોટીંગ બંધ કરવામાં આવી છે. આ કેસની વધુ સુનાવણી એપ્રિલ માસમાં રાખી છે.

Most Popular

To Top