Charchapatra

સરકારી તંત્ર લાંચ વિના કામ કરવા તૈયાર જ નથી

કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે એક સભામાં કહયું છે કે અધિકારીઓ વાત નહિ સાંભળે તો દંડાથી મારો. પ્રધાનની ભાષા બીનપાર્લામેન્ટરી છે. જે ના બોલાવી જોઇએ. એમ આપણું માનવું છે. પણ આવી સલાહ પાછળ એ પ્રધાનનો આક્રોશ છુપાયેલો છે. આજે સરકારમાં નોકરી કરતા કર્મચારીઓ પ્રજાના કોઇ પણ કામ કરવા રાજી હોય એવું લાગતુ નથી. બે નંબરી કામો લાંચ આપતા પટાક દઇને થઇ જતા હોય છે.

જયારે એક નંબરના કાયદેસરના કામો કરવા માટે સરકારી નોકરિયાત વર્ગ જરાપણ રસ દાખવતો નથી. સરકારી કર્મચારીઓ સરળ કામોને ગુંચવણભર્યા બનાવીને પ્રજાને પરેશાન કરતા રહેતા હોય છે.

જે કામો સરકારી તંત્રના અધિકારીઓએ પોતાની ફરજના ભાગરૂપે વિના મૂલ્યે કરવાના હોય છે એ કામોમાં જાણી જોઇને અડચણો ઉભી કરતા અધિકારીઓ કે કર્મચારીઓને માટે પ્રજાના મનમાં હેત કે આદરની લાગણી કયાંથી પ્રગટી શકે? લોકો તો સમજુ છે એટલે અધિકારીઓનેદ ંડા તો નહિ મારે જ પણ અધિકારીઓએ સાનમાં સમજીને લોકોની વાતો સાંભળીને એમના કામો ઝડપથી કરવામાં મન પરોવવું જોઇએ.

સુરત              – બાબુભાઇ નાઇ – લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top