SURAT

‘ગુગલે કહ્યું મરી જાવ’ તેવુ રટણ કરતી રહેતી ગોપીપુરાની રાણા સમાજની યુવતીનો આપઘાત

સુરત: (Surat) આજના ટેક્નિકલ યુગમાં સતત મોબાઈલમાં (Mobile) રચ્યા-પચ્યા રહેતા યુવાનો અને મોબાઈલની આદી બનેલી યુવા પેઢી માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગોપીપુરા વિસ્તારમાં જરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રાણા પરિવારની 20 વર્ષની યુવતીએ મોબાઇલની લત્તને કારણે ફાંસો ખાઈ આપઘાત (Suicide) કરી લીધો હતો. યુવતી આપઘાત કરવા પહેલા ગૂગલે કહ્યું મરી જાઓ, ગૂગલે કહ્યું જમવાનું નથી તેવું રટણ કરતી હતી.

  • ‘ગુગલે કહ્યું મરી જાવ’ તેવુ રટણ કરતી રહેતી ગોપીપુરાની રાણા સમાજની યુવતીનો આપઘાત
  • મોબાઈલની લતને કારણે પરિવારે યુવતી પાસેથી એક માસ પહેલા મોબાઈલ લઈ લીધો હતો

અઠવાલાઇન્સ પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, ગોપીપુરા વિસ્તારમાં મોટી છીપવાડમા આવેલા માધવ એપાર્ટમેન્ટમાં રહેતા નરેન્દ્રભાઈ રાણા જરીકામ સાથે સંકળાયેલા છે. તેમની પત્ની અને 20 વર્ષની પુત્રી વિશાખા પણ જરીકામ કરી પરિવારને આર્થિક મદદ કરતી હતી. રવિવારે સવારે તેમની પુત્રી વિશાખાએ પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વિશાખાને દાંતમાં દુખાવો સહિત અન્ય બીમારી હતી. જેથી તે સતત મોબાઈલમાં અવનવા વીડિયો જોતી રહેતી હતી. તેમજ તેને ઘણા સમયથી મોબાઈલની લત લાગી હતી. આ લતને કારણે વિશાખાની વાણી અને વ્યવહાર બદલાવા લાગ્યા હતાં.

જેથી પરિવારજનો તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને તેની સારવાર શરૂ કરી હતી. પરંતુ તેના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો આવ્યો ન હતો. જ્યાં માનસિક દવા પણ ચાલી રહી હતી. દવાને કારણે તેના પરિવારે તેની પાસેથી છેલ્લા એક માસથી મોબાઈલ પણ લઈ લીધો હતો. તનાવમાં આવીને શનિવારે સાંજે 7 વાગ્યાના સુમારે વિશાખાએ ઘરમાં પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. છેલ્લા કેટલાક દિવસોથી વિશાખા ઘરમાં ગૂગલે કહ્યું મરી જાઓ, ગૂગલે કહ્યું જમવાનું નથી તેવું રટણ કરતી હતી. તેમ તેના ભાઈ વાસુએ જણાવ્યું હતું.

Most Popular

To Top