Gujarat

ગાંધીનગરમાં સચિવાલયના ગેટ નંબર 1 પર લોખંડી બંદોબસ્ત, પ્રવેશ બંધ કરાયો

ગાંધીનગર : રાજ્યમાં હવે વિધાનસભાની ચૂંટણીની જાહેરાતના આડે હવે માત્ર એક જ મહિનો બાકી રહ્યો છે ત્યારે જુદા જુદા કર્મચારીઓના આંદોલનના કારણે ભાજપ સરકાર પર દબાણ વધ્યું છે. મંગળવારે બપોર પછી કર્મચારીઓની પ્રશ્નો ઉકેલવા માટે રચાયેલી કેબીનેટ સબ કમિટીના સભ્યો તથા સીએમ ઓફિસના વરિષ્ઠ અધિકારી કે કૈલાશનાથનની ઉપસ્થિતિમાં મહત્વની બેઠકોનો દોર ચાલ્યો હતો.

આ બેઠકમાં કેબીનેટ સબ કમિટી સમક્ષ આંદોલનકારી કર્મચારીઓના પ્રતિનિધિઓ દ્વારા રજૂઆત કરાઈ હતી. આ બેઠકના પગલે ગાંધીનગરમાં સચિવાલના ગેટ નંબર ૧ પાસે પોલીસ દ્વારા નાકાબંધી કરી દેવાઈ હતી. એટલું જ નહીં, ગેટ નંબર એક પર પ્રેવશ સંપૂર્ણ બંધ કરી દેવાયો હતો. જુની પેન્શન યોજના ચાલુ કરવા, પગાર-ભથ્થા વધારવા તથા વન કર્મચારીઓની પડતર માંગણી અંગે પણ ચર્ચા થઈ હતી.

પંચાયતના તલાટી કમ મંત્રીઓને માસિક ૩૦૦૦નું ભથ્થુ મળશે
ગાંધીનગર : રાજ્યભરના તલાટીઓના આંદોલનના પગલે હવે રાજ્ય સરકારે તલાટીઓને મળતા માસિક ભથ્થામાં વધારો કર્યો છે. ખાસ કરીને તલાટીઓને હવે દર મહિને ખાસ ૩૦૦૦નું ભથ્થુ અપાશે. પહેલા તલાટીઓને રાજ્યમાં માસિક વધારાનું ૯૦૦નું ભથ્થુ અપાતું હતું. રાજ્ય સરકાર દ્વારા આજે નવેસરથી ઠરાવ પણ બહાર પાડી દેવાયો છે.
આંદોલન દરમ્યાન તલાડી મંડળ દ્વારા એવી રજૂઆત કરાઈ હતી કે ૨૦૧૨ પછી ગ્રામ્ય કક્ષાએ તલાટીઓની કામગીરી વધી છે. જ્યારે જુના ઠરાવ મુજબ સરકાર દ્વારા તલાટીઓને ૯૦૦નું ભથ્થુ અપાતું હતું. તે હવે વધારવું જોઈએ.
પંચાયત વિભાગના ઠરાવ મુજબ તલાટીને તા.૧૩મી સપ્ટે.થી આ નવુ ખાસ ૩૦૦૦નું ભથ્થુ મળવા પાત્ર થશે. ગત તા.૨૨મી ઓગસ્ટે રાજ્ય સરકાર સાથે તલાટી મહામંડળ દ્વારા સમાધાન કરાયું હતું.

Most Popular

To Top