Charchapatra

ગઇ કાલ સુધી મોરચો લઈને જનારા મેદાન મારી ગયા

આમ આદમી પાર્ટીનો ચૂંટણીમા એજન્ડા શું હતો એની મને  ખબર નથી. એ તો  ઠીક ,એના કોઈ ઉમેદવારને હું જાણતો નથી. પણ દૈનિકમાં અગાઉ એમના નામ અવારનવાર જોવામાં આવતાં કડી મળી કે આ તો એ જ લોકો છે કે જેમાંના  કેટલાક  તો પોતાના વિસ્તારના પાણી, રસ્તાઓ વગેરે પ્રાથમિક જરૂરિયાત માટે નેતાગીરી લઇને કલેકટર કચેરી કે કોર્પોરેશનની મુગલીસરા કચેરીએ ધરણાં, આંદોલન કરી આવેદનપત્ર પત્ર આપતા હતા.

આ ચૂંટણીમાં પાંચ દસ નહિ,  પણ પૂરા સત્તાવીસ ઉમેદવાર પહેલી જ વાર ‘આપ’ ના નેજા હેઠળ સત્તાનો સ્વાદ ચાખશે એ નાની સૂની વાત નથી.હવે આ પ્રતિનિધિઓ ખોંખારીને આ વિસ્તારનાં કામો કરાવી શકશે.

આમાં દિવાલ પરના લખાણ જેવી નોંધપાત્ર બાબત એ છે કે જેમની પાસે મોટી પ્રચાર ટીમો , રોડ શો કે નાણાંકીય  સાધનો  અન્ય પક્ષોના મુકાબલે ઓછાં હતા. તેઓ આપબળે ચૂંટાઈ આવ્યા છે એને મતપેટીનો મોટો ચમત્કાર કહી શકાય.

હવે જોવાનું એ રહે છે  કે  સત્તા પ્રાપ્ત કર્યા પછી આ ઉમેદવારો લોકોના કામના બદલે ‘ઈતર પ્રવૃત્તિઓ ‘ માં લાગી ન જાય. આમાં જે તે વિસ્તારના  લોકોની સમસ્યાઓ અંગેની જવાબદારી  પણ ઓછી નથી એમ કહેવાની જરૂર  ખરી?

સુરત    – પ્રભાકર ધોળકિયાઆ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top