Dakshin Gujarat

ડાંગ જિલ્લામાં ‘પુષ્પા રાજ’ ગેરકાયદે ઇમારતી લાકડાનો જથ્થો ભરેલી વાન ઝડપાઇ

સાપુતારા : દક્ષિણ ડાંગ વન વિભાગનાં (Forest Department) ડી.સી.એફ.રવિપ્રસાદ રાધાક્રિષ્નાનાં માર્ગદર્શન હેઠળ ચિચીનાગાંવઠા રેંજનાં આર.એફ.ઓ ગણેશભાઈ ભોંયની વનકર્મીઓની ટીમે જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ (Petroling) હાથ ધર્યુ હતુ. તે દરમ્યાન ચિચીનાગાંવઠા રેંજનાં આર.એફ.ઓની ટીમને ચિચીનાગાંવઠા ગામની પૂર્વ દક્ષિણ દિશામાં એક પીકઅપ વાનમાં ગેરકાયદે લાકડાનો જથ્થો (Quantity of Wood) ભરી હેરાફેરી થઈ રહ્યાની બાતમી મળી હતી. જેનાં આધારે ચિચીનાગાંવઠા રેંજ વિભાગ દ્વારા વોચ ગોઠવતા વઘઇથી આહવા મુખ્ય માર્ગ પર ડુંગરી ફળીયાનાં ખાપરી નદી તરફ જતા કાચા રસ્તા પર સફેદ કલરની મહિન્દ્રા કંપનીની પીકઅપ વાન ન. જી.જે.05.સી.યુ.2280 આવતા પીકઅપ વાનને ઉભી રાખી તપાસ હાથ ધરતા તેમાંથી પાસ અને પરમીટ વગરનાં 11 સાગી ચોરસા નંગ 1,772 ઘનમીટર જેની અંદાજીત કિંમત 2,79,090 નો મુદામાલ મળી આવ્યો હતો.

2,79090નો લાકડાનો જથ્થો તથા પીકઅપ વાન કબ્જે કરી
ચિચીનાગાંવઠા રેંજનાં આર.એફ.ઓ ગણેશ ભોયેએ લાકડાની તસ્કરી કરનાર વિરપન્નો પંકજભાઈ મોતીરામભાઈ પવાર તથા રવિન્દ્રભાઈ રામસિંગભાઈ પવારની ધરપકડ કરી 2,79090નો લાકડાનો જથ્થો તથા પીકઅપ વાનની કિંમત 3,25,000 મળી કુલ 6,04,090નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

દમણની બંધ કંપનીમાં ધાપ મારનાર વધુ એક પકડાયો
દમણ : સંઘપ્રદેશ દમણમાં 13 સપ્ટેમ્બરના રોજ રાત્રી દરમ્યાન પોલીસ પેટ્રોલિંગ કાર્ય કરી રહી હતી ત્યારે ભેંસલોરથી કલરીયા તરફ એક ટેમ્પો નંબર DD-03-L-9241 માં મશીનરીના પાર્ટ્સ ભરી લઈ જવામાં આવી રહ્યા હતા. જ્યાં પોલીસે ટેમ્પાની તપાસ કરતાં અને મશીનરી બાબતે પોલીસે ડ્રાઈવર અને અન્ય ટેમ્પામાં બેઠેલા વ્યક્તિને પૂછતાં તેઓ કંઈપણ બોલવા અસક્ષમ રહેતા પોલીસે સઘન પૂછપરછ કરી હતી. જ્યાં તેઓએ આ મશીનરીનો સામાન ભેંસલોરની બંધ કંપની પી.સી.એલ.માંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જે બાદ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી 4 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જ્યાં આ ગુનામાં વધુ એક ચોર નિલેશ રમેશભાઈ હળપતીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજુ કરતાં કોર્ટે આરોપીના 21 ઓક્ટોબર સુધીના રીમાન્ડ મંજૂર કર્યા છે. હાલ તો પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top