Gujarat

ગુજરાતમાં પહેલીવાર 25 ગુજરાતી અધિકારી એકસાથે બનશે IPS, જાણો કયા અધિકારીઓ થયા નોમિનેટ

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) હવે IPSમાં બનનારા ગુજરાતીઓની સંખ્યા વધવા લાગી છે. ઈતિહાસમાં પહેલીવાર આવી કોઈ ઘટના બનવા જઈ રહી છે જેમાં એક સાથે 20થી વધુ IPS ઓફિસર નોમિનેટ (Nominate ) થવા જઈ રહ્યા છે. રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ (Ashis Bhatiya) જણાવ્યું કે 20થી વધુ IPS તરીકે નોમિનેટ થશે, જે અંગે ગૃહવિભાગ કામ કરી રહ્યું છે. આ વર્ષે 2011ની બેચના DySP બનેલા GPSCના અધિકારીઓની નોમિનેટ કરવામાં આવી શકે છે.

  • ગુજરાતમાં 25 જેટલા IPS અધિકારી એકસાથે નોમિનેટ થઈને ઇતિહાસ રચશે
  • 20થી વધુ IPS તરીકે નોમિનેટ થશે, જે અંગે ગૃહ વિભાગ કામ કરી રહ્યો છે: રાજ્યના પોલીસવડા
  • સૌથી વધુ મહેસાણાના 5 અને કચ્છન 3 DySP કક્ષાના અધિકારીઓનું પણ નોમિનેશન કરાયું

તમને જણાવી દઈએ કે, 20થી વધુ IPS નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ IPS તરીકે ફરજ નિભાવશે. વર્ષ 2011ની બેચમાં DySPતરીકે ભરતી થયેલા 25 જેટલા અધિકારીઓ IPS માટે નોમિનેટ માટે ક્લિયરિંગ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. હવે નોમિનેશનની પ્રોસેસ બાદ આવનારા ટૂંક સમયમાં એકસાથે 20થી વધુ ગુજરાતી IPS ઓફિસર તરીકે ફરજ બજાવશે.

કયા જિલ્લામાંથી કેટલા IPS અધિકારી બનશે
તેમને જણાવી દઈએ કે સૌથી વધુ IPS અધિકારી મહેસાણા જિલ્લામાંથી બનશે. ત્યાર બાદ મહેસાણામાંથી 5, અમદાવાદમાંથી 4, કચ્છમાંથી 3, જામનગર 2, ભાવનગર 2, મોરબી 2, અમરેલી 2, સુરેન્દ્રનદર 2 તેમજ રાજકોટ 1, ગાંધીનગર 1 અને આણંદમાંથી 1 IPS અધિકારી બનશે.

ઉલ્લેખનીય છે કે IPS માટે નોમિનેટ થનારા અધિકારીઓમાં અમદાવાદ શહેરના નાયબ પોલીસ કમિશનર(કંટ્રોલરૂમ) ડો.હર્ષદ પટેલ, અમદાવાદ શહેરના ઝોન-4 નાયબ પોલીસ કમિશનર રાજેશ એચ.ગઢિયા, સુરતના નાયબ પોલીસ કમિશનર પન્ના મોમાયા સહિત 25 DySPનો સમાવેશ થાય છે.

ગુજરાતના ઈતિહાસમાં પહેલી ઘટના હશે જ્યાં એકસાથે 25 IPS બનવા જઈ રહ્યા છે . આ પહેલા ગુજરાતમાં IPS અધિકારીઓની નિમણૂક 2:1 રેસિયો પર થતી આવી છે, જેમાં ડાયરેક્ટ UPSC ક્લિયર કરનાર 2, GPSC ક્લિયર કરીને પ્રોમોશન લેનાર 1 IPS હોય છે, પરંતુ આ વખતે 2011ની બેચના DySP બનેલા GPSCના અધિકારીઓની બેચને આ લાભ મળશે.

આ અધિકારીઓ IPS તરીકે થયા નોમિનેટ
મનોહરસિંહ એન. જાડેજા, તેજસકુમાર વી. પટેલ, રાહુલ બી. પટેલ, જયદિપસિંહ જાડેજા, એન્ડુઝ મેકવાન, હિમાંશું આઈ.સોલકી, વિજય કુમાર જે પટેલ, ભગીરથસિંહ યુ. જાડેજા, રાજેશ એચ. ગઢિયા, પન્ના એન મોમાયા, રવિરાજસિંહ જાડેજા, ડૉ. હર્ષદકુમાર કે પટેલ, મુકેશકુમાર એન પટેલ, ચિંતન જે તેરૈયા, ભગીરથ ટી ગઢવી, ઉમેશકુમાર આર પટેલ, ડૉ. રાજદીપસિંહ એન ઝાલા, હરેશકુમાર અમ દુધાતા, હર્ષદ બી મહેતા, કિશોર એફ બળોલિયા, ડૉ. હરપાલસિંહ એમ જાડેજા, પિનાકિન એસ પરમાર, ઋષિકેશ બી ઉપાધ્યાય, યુવરાજસિંહ જે જાડેજા

Most Popular

To Top