સમર શિડ્યુલમાં સુરતથી જયપુર, મુંબઈ અને નાસિકની ફલાઇટ શરૂ થશે

સુરત: સ્પાઇસ જેટ એરલાઇન્સ (SURAT SPICE JET AIR) સમર શિડ્યુલમાં સુરતથી નાસિક,જયપુર અને મુંબઇની ફ્લાઇટ શરૂ કરવા આયોજન કરવામાં આવ્યું છે. એરલાઇન્સ દ્વારા સ્લોટની માંગણી પણ કરવામાં આવી હતી. તે પૈકી નાસિકથી સુરતની ફ્લાઇટ માટે સ્લોટ મંજૂર કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે સ્લોટ માટે હજી મંજૂરી મળવાની બાકી છે.

નાસિકથી 12:25 કલાકે ફ્લાઇટ ઉપડશે અને 13:20 કલાકે સુરત આવશે. 14:40 કલાકે સુરતથી નાસિક જવા રવાના થશે. સંભાવના એવી છે કે સુરતથી મુંબઇની ફ્લાઇટ માટે જે સ્લોટ માંગવામાં આવ્યો છે તે મુજબ સુરતથી 9-40 કલાકે ફ્લાઇટ ઉપડશે અને મુંબઇ 10:50 કલાકે પહોંચશે. આજ ફ્લાઇટ સાંજે મુંબઇથી 18:35 કલાકે ઉપડી સુરત 19-35 કલાકે આવશે. જ્યારે સુરતથી જયપુર 19:55 કલાકે ઉપડશે અને 21:30 કલાકે જયપુર પહોંચશે. જોકે ડીજીસીએ દ્વારા હજી મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ સ્લોટ રજૂ કરવામાં આવ્યો છે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા સુરતથી ઉદયપુર, ગોવા અને દિલ્હીની ફ્લાઇટ શરૂ કરવા પણ માંગ કરવામાં આવી છે. નાશિક એરપોર્ટ દ્વારા સુરત-નાસિકની ફ્લાઇટની ટ્વિટર થકી જાહેરાત કરવામાં આવી છે.

સુરત એરપોર્ટથી 2021માં પેસેન્જર સંખ્યા વધીને 88325 થઇ
સુરતમાં કોરોનાની સ્થિતિ હળવી બનતા સતત પેસેન્જર સંખ્યા વધી રહી છે. ડિસેમ્બર 2020માં 74415 પેસેન્જરોની અવર-જવર રહી હતી. ફ્લાઇટ સંખ્યા વધતા હવે જાન્યુઆરીમાં આ સંખ્યા વધીને 88325 પર પહોંચી છે. એપ્રિલ 2020 પછી સૌથી વધુ પેસેન્જર જાન્યુઆરી 2021માં નોંધાયા છે.

22 માર્ચ 2021 સુધીમાં સુરતથી ચેન્નાઇ, જયપુર, જોધપુર અને પટના માટે નવી ફલાઇટ (NEW FLIGHT) શરૂ થઇ જશે. તે સિવાય પણ સુરતને નવી ફલાઇટ મળશે. આખા એરપોર્ટની સફાઇ અને કામગીરીની દેખરેખ માટે મેકેનાઇઝ્‌ડ સપોર્ટ સિસ્ટમ માટે ટેન્ડર ખૂલી ગયું છે અને વર્કઓર્ડર આપવાની તૈયારી છે. જેથી એરપોર્ટ ડિરેક્ટરે ચેમ્બરને હાકલ કરી છે, અને ચેમ્બર થકી વિવિધ કોન્ટ્રાકટર મેળવવાની દિશામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચેમ્બરે સુરત એરપોર્ટના રનવેની પહોળાઇ 45 મીટરથી વધારીને 60 મીટર કરવાની દરખાસ્ત કરી હતી. તે અંગે એરપોર્ટ ડાયરેકટરે કહ્યું હતું કે, હાલમાં જે 45 મીટરની પહોળાઇ છે તે દુનિયાની સૌથી મોટામાં મોટી ફલાઇટ લેન્ડ થવા માટે પૂરતી છે. એટલે રનવેની પહોળાઇ વધારવાની કોઇ આવશ્યકતા જ નથી. તેમણે વધુમાં કહ્યું કે, એરપોર્ટ ખાતે ટર્મિનલ એકસપાન્શન (TERMINAL EXPANSION) અને પેરેલલ ટેકસી વેનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે તથા આ બંને કામ ડિસેમ્બર 2021 થી માર્ચ 2022 સુધીમાં પૂર્ણ થઇ જશે.

Related Posts