Gujarat

વડોદરામાં સંપન્ન પરિવારોનાં 23 યુવક-યુવતિઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા, 10 નબીરાઓ સામે ફરિયાદ

આજના મોર્ડન જમાનામાં સ્ત્રી-પુરૂષનો ભેદ ભૂંસાય ગયો છે. નારી સશક્ત (Women Empowerment) અને પુરૂષ સમોવડી બની ગઇ છે. કિચનથી માંડીને કોર્પોરેટ દરેક જગ્યાએ મહીલાઓને પુરૂષ સમકક્ષ ગણવામાં આવે છે. ત્યારે આજની કેટલીક મોટા ઘરની દીકરીઓ માતા-પિતાએ આપેલી આઝાદીનો અને તેમના વિશ્વાસનો દુરઉપયોગ કરી મર્યાદાને ભૂલી જાય છે. બૉલીવુડ ફિલ્મોમાં બતાવતાં ફિલ્મી (Film) દૃશ્ય જોઈને મોહિત થઈ ભાન ભૂલી જતી હોય છે. એટલુંજ નહીં સંપન્ન પરિવારોમાં વિકેન્ડમાં પાર્ટી કરવાનું ચલણ પણ વધી રહ્યું છે ત્યારે ગઇકાલે રાત્રે સંસ્કારીનગરીમાંથી આવી જ કેટલીક મોટા ખાનદાનની યુવતિઓ દારૂની (Alcohol) મહેફિલ માણતી ઝડપાય હતી.

વડોદરામાં અખંડ ફાર્મ હાઉસ બાદ ફરી એકવાર હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પોલીસે ઝડપી પાડી છે. હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલમાં વડોદરાના 23 નબીરાઓ સામેલ હતા જેમની સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. વડોદરાના લક્ષ્મીપુરા પોલીસને બાતમી મળી હતી કે ન્યુ અલકાપુરીમાં આવેલા ગ્રીન વુડ્સ બંગલોઝમાં જન્મદિવસની પાર્ટીમાં કેટલાક યુવક યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેથી પોલીસે મોડી રાત્રે ગ્રીન વુડ્સ બંગલોઝના મકાન નંબર 5માં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને બંગલોઝમાંથી 23 યુવક યુવતીઓ દારૂની મહેફિલ માણતા રંગે હાથ મળી આવ્યા હતા. પોલીસે તમામ યુવક-યુવતીઓને અટકાયતમાં લીધા હતા. બર્થડે પાર્ટીમાં ભાન ભૂલીને બધા દારૂની મહેફિલ માણતા હતા.

પાર્ટીમાંથી પોલીસે રાજ પંજાબી ઉપરાંત શાલીન શર્મા, માલવેગ પ્રજાપતિ, વત્સલા શાહ, રોહિન પટેલ, ધ્રુવિલ પરમાર, આદિત્યસિંહ પરમાર, વ્રજકુમાર શેઠ, મારૂફ કાદરી અને વરૂણ અમીનને ઝડપી પાડયા હતા. પોલીસે તમામ 10 નબીરાઓ સામે ફરિયાદ દાખલ કરી તેમની ધરપકડ કરી અને કલાકોમાં જ જામીન પર મુક્ત પણ કર્યા હતા.

દારૂની મહેફિલ પાર્ટીમાં યુવકો સાથે યુવતીઓ પણ હતી. પોલીસે મહેફિલ સ્થળ પરથી 13 યુવતીઓને પણ પકડી પાડી હતી. પોલીસે 13 યુવતીઓ સામે હાલમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે અને તમામના બ્લડ સેમ્પલ લીધા છે. બ્લડ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ અલગથી યુવતીઓ સામે ગુનો દાખલ કરશે. પોલીસે મહેફિલ સ્થળ પરથી 4 લક્ઝરીસ કાર, 1 દારૂની બોટલ, 3 દારૂની ખાલી બોટલ સહિત 27 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.

મહત્વની વાત છે કે અખંડ ફાર્મ હાઉસમાં જે લોકો પકડાયા હતા તેમાંથી જ કેટલાક લોકોના નબીરાઓ આ દારૂની મહેફિલમાં પકડાયા છે. મહિલા દિવસના એક દિવસ પહેલા જ યુવતીઓ મહેફિલમાંથી પકડાતા આ યુવતીઓએ તેમના પરિવારની સાથે સાથે સમાજને પણ કલંકિત કર્યું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top