Gujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ડુંગરમાં લાગી આગ : નર્મદા ડેમનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે

અમદાવાદ : સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) ગુજરાતનાં ગૌરવ માનવામાં આવે છે. અને હમેશ વિવિધ આકર્ષણો સાથે સમાચારોમાં રહે છે, જો કે હાલ આ જ વિરાટ સરદારની પ્રતિમા નજીક લાગેલી આગના સમાચાર મળી રહ્યા છે, જેમાં નજીકના ડુંગરમાં લાગેલી આગથી આખો ડુંગર (Hill) ભડભડ બળી (Fire) રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.

સમય રીતે દેશનાં વીઆઇપી અને રાજનેતાઓ આવતા હોય છે, અને હાલ કમાન્ડર કાર્યક્રમ હોય અહીં સિક્યોરિટી અને સમગ્ર મેનેજમેન્ટ સ્ટાફ પણ સ્ટેન્ડ ટુ છે. જો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકનાં ડુંગરમાં અચાનક જ આગ ફાટી નીકળી છે. જેના કારણે સમગ્ર જિલ્લા તંત્ર અહીં આગની ઘટનામાં દોડતું થયું છે. નર્મદા ડેમનો ફાયર સ્ટાફ હાલ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા માટેના અથાગ પ્રયાસો કરી રહ્યો છે. મળતી માહિતી મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકનાં ડુંગરમાં લાગેલી આગ ઘણા કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસેના ડુંગરમાં આગના પગલે પોલીસ પણ દોડતી થઇ ગઈ છે. સાથે જ ફાયરને જાણ કરાતા નર્મદા ડેમ સરદાર સરોવરના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ફાયર ફાઇટિંગ કરી હતી. હાલ ફાયર ફાઇટરને સ્ટેચ્યુના કર્મચારીઓ આગને કાબુમાં લેવા પ્રયાસો તો કરી રહ્યા છે પણ સુકા ઘાસમાં આગ લાગી હોવાનાં કારણે આગ પર કાબુ મેળવવો અત્યંત મુશ્કેલ છે. જો કે આજ વિસ્તારને વિશ્વ વિખ્યાત બનાવાની વાતને ધ્યાને લઇ તંત્ર દ્વારા આગને કાબુમાં લેવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

પ્રતીકાત્મક

આગની જાણ થતા ગણતરીના કલાકોમાં જ ફાયરની ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રોડથી 200 ફૂટ ઉંચા ડુંગરમાં આગ લાગી હોવાથી તંત્રને આગ સુધી પહોંચવા અને આગ પર કાબુ મેળવવામાં થોડી તકલીફ પડી રહી છે. આગ કેવી રીતે લાગી તે અંગેનું કારણ પણ હજી સુધી જાણી શકાયું નથી. સુકા ઘાસમાં આગ લાગી હોવાનાં કારણે તેને કાબુ કરવી મુશ્કેલ તો છે પણ રાહતની વાત એ છે કે, ઘાસમાં આગ લાગી હોવાથી વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા હાલ નહીવત્ત છે. એવી પણ વાત ચર્ચામાં છે કે ક્યારેક પોતાની અડચણ દૂર કરવા માટે સ્થાનીય આદિવાસીઓ દ્વારા ડુંગર પર આગ લગાવવામાં આવી હોય તેવી પણ શક્યતા છે. 

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top