Dakshin Gujarat

ભરૂચમાં દેવી-દેવતાઓના ફોટોવાળા ફટાકડાનું પાણીમાં વિસર્જન કરાયું

ભરૂચ: ભરૂચના ફટાકડા બજારમાં (Firecrackers Market) દેવી-દેવતાઓના ફોટોવાળા (with Photo) ફટાકડાનું (fireworks) વેચાણ કરતા દુકાન પર હિંદુ સંગઠનોએ (Hindu Organizations) પહોંચી જઈ તમામ ફટાકડા એકત્રિત કરી તેને પાણીમાં વિસર્જન કરાયું હતું.ભરૂચ જિલ્લામાં દિવાળી તહેવારમાં ફટાકડા બજારમાં દેવી-દેવતાઓના ફોટોવાળા ફટાકડાનું વેચાણને લઇ હિંદુ સંગઠનોની લાગણી દુભાઈ છે. જે અંગે અગાઉ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ગુરુવારે ભરૂચના ફટાકડા બજારમાં પહોંચી જઈ હિંદુ સંગઠનોના આગેવાનોએ દેવી-દેવતાઓના ફોટોવાળા ફટાકડા એકત્રિત કરી તેઓને પાણીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું અને આવા ફટાકડા નહીં વેચવા વેપારીઓને અપીલ કરી છે.

ભરૂચમાં ખુલ્લા મેદાન અને કોમન પ્‍લોટમાં ફટાકડા ફોડી શકાશે
ભરૂચ: દર વર્ષે દિવાળીનો પર્વ ઉજવાય છે. દિવાળીના આ પર્વની ઉજવણીમાં ફટાકડા/દારૂખાનું ફોડવામાં આવે છે. આ ફટાકડા/દારૂખાનું જાહેર રસ્‍તા ઉપર ફોડવાથી જાહેર સલામતીને અવરોધ તથા ટ્રાફિકને અડચણ થાય તેવો પૂરો સંભવ છે. જેથી તા.૨૦/૧૦/૨૦૨૨ થી તા.૨૮/૧૦/૨૦૨૨ સુધીનાં દિવસો દરમિયાન ભરૂચ જિલ્લામાં આવેલા જાહેર માર્ગો/રસ્‍તાઓ ઉપર ફટાકડા/દારૂખાનું ફોડવા પ્રતિબંધ મૂકવાનું આવશ્‍યક જણાતાં ભરૂચ અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટે સને-૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧)(યુ) અન્‍વયે મળેલી સત્તાની રૂએ તા.૨૦/૧૦/૨૦૨૨થી તા.૨૮/૧૦/૨૦૨૨ (બંને દિવસ સહિત) ભરૂચ જિલ્લામાં આવેલા તમામ શહેર માર્ગો/રસ્‍તા ઉપર ફટાકડા/દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ ફરમાવ્‍યો છે. દારૂખાનું/ફટાકડા ખુલ્લા મેદાન, કોમન પ્‍લોટમાં ફોડી શકાશે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર કાયદાની કલમ-૧૩૫ પ્રમાણે સજા અને દંડને પાત્ર થશે એમ જિલ્લા મેજિસ્‍ટ્રેટ કચેરી ભરૂચની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

દિવાળી ટાણે કલસર ચેકપોસ્ટ પર વાહન ચેકીંગથી સહેલાણીઓમાં ફફડાટ
પારડી : દિવાળી પર્વના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કલસર પાતલિયા ચેકપોસ્ટ પર પોલીસે સહેલાણીઓના વાહન ચેકીંગ હાથ ધર્યા હતા. સંઘપ્રદેશમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો દ્વારા અવનવી તરકીબો અજમાવતા હોય છે. જેને ડામવા પોલીસ પણ કવાયત હાથ ધરી છે. સંઘપ્રદેશ અને ગુજરાતને જોડતા પારડી તાલુકાના કલસર પાતલિયા ચેકપોસ્ટ ઉપર દમણથી આવતા સહેલાણી અને નોકરિયાત વર્ગોનું પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવે છે. જેને લઇ દારૂ ભરીને જતા વાહનચાલકોને રોકી કાર, બાઈક, ટેમ્પોના ચોરખાનામાં તપાસ હાથ ધરી છે. પારડીના કલસર પોલીસ ચેકપોસ્ટ પાસે દમણથી આવતા વાહનોની દિવાળી ટાણે ચેકીંગ હાથ ધરાતા દારૂ લઇ જનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જો કે પોલીસને ચેકીંગ કરતા જોઈ વાહનચાલકો પરત દમણ તરફ જતા દેખાયા હતા.

Most Popular

To Top