National

જમશેદપુરના ટાટા સ્ટીલ પ્લાન્ટમાં ભીષણ આગ, ગેસ લાઇનમાં વિસ્ફોટ

ઝારખંડ: ઝારખંડ(Jarkhand)ના જમશેદપુર(Jamshedpur)માં ટાટા સ્ટીલ પ્લાન્ટ(Tata Steel Plant)માં શનિવારે સવારે અચાનક આગ(Fire) ફાટી નીકળી હતી. હાલ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

જમશેદપુરના ટાટા સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદ અચાનક આગ ફાટી નીકળી હતી. જ્યાં આગ લાગી હતી તે ભાગ અત્યારે કામ કરી રહ્યો નથી. જણાવવામાં આવી રહ્યું છે કે આગ પર કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ટાટા સ્ટીલ પ્લાન્ટમાં આગની માહિતી મળ્યા બાદ મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વીટ કર્યું કે જમશેદપુરના ટાટા સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટના સમાચાર છે. જિલ્લા વહીવટીતંત્ર, ટાટા સ્ટીલ મેનેજમેન્ટ સાથે સંકલનમાં, ઘાયલોની ઝડપી સારવાર માટે પગલાં લઈ રહ્યું છે.

એક કર્મચારીને પગમાં ગંભીર ઈજા
મળતી માહિતી મુજબ ટાટા સ્ટીલના જમશેદપુર પ્લાન્ટના કોક ડિવિઝનમાં જોરદાર બ્લાસ્ટ થયા બાદ પ્લાન્ટમાં આગ લાગી હતી. વિસ્ફોટ અને આગના સમાચાર બાદ પ્લાન્ટમાં થોડો સમય અરાજકતાનો માહોલ સર્જાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે કોક પ્લાન્ટની બેટરી નંબર 5, 6 અને 7ના ક્રોસ ઓવરમાં અચાનક વિસ્ફોટ થયો હતો. ગેસ લીક ​​પણ થયો હતો, જે બાદ સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. આ દરમિયાન એક કર્મચારીને પણ ઈજા થઈ હતી, જેના પગમાં ગંભીર ઈજા થઈ છે. જેને ટાટા મેઈન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ
બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે RMM, સિન્ટર પ્લાન્ટ વન અને ટુમાં નાસભાગ મચી ગઈ હતી. તમામ કર્મચારીઓને ઈમરજન્સીમાં બહાર કાઢવામાં આવ્યા હતા જ્યાંથી તેમને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. બીજી તરફ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. બીજી તરફ આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. આગની ઘટના બાદ કર્મચારીઓને પ્લાન્ટની બહાર મોકલી દેવામાં આવ્યા હતા અને આસપાસના વિસ્તારને ખાલી કરીને ત્યાં ગેસ લીકેજને રોકવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આમ તો, પ્લાન્ટની બેટરી નંબર 5, 6, 7માં ખામીની અસર બેટરી નંબર 8 અને 9 માં પણ દર્શાવવામાં આવી છે. હાલ પ્લાન્ટને પુન: શરૂ કરવાની કવાયત તેજ કરવામાં આવી છે.

ટાટા સ્ટીલનું નિવેદન
સમગ્ર ઘટના મામલે ટાટા સ્ટીલ કંપનીએ જણાવ્યું હતું કે, આજે જમશેદપુર વર્ક્સ ખાતેના કોક પ્લાન્ટની બેટરી 6માં ગેસની ખરાબ લાઇનમાં વિસ્ફોટ થયો હતો. હાલમાં બેટરી 6 કામ કરી રહી નથી અને તેને દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. વિસ્ફોટ અને આગ બાદ એમ્બ્યુલન્સ અને ફાયર એન્જિન તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. હાલ પરિસ્થિતિ કાબુમાં છે. બે કર્મચારીઓને સામાન્ય ઈજાઓ થઈ હતી, જેમને સારવાર માટે TMH મોકલવામાં આવ્યા છે. છાતીમાં દુખાવાની ફરિયાદ કરનાર અન્ય કર્મચારીને પણ તપાસ માટે TMH મોકલવામાં આવ્યો છે. તેમની હાલત સ્થિર છે. આ ઘટનાની જાણ સંબંધિત અધિકારીઓને કરવામાં આવી છે અને કારણ શોધવા માટે તપાસ ચાલુ છે.

Most Popular

To Top